ટ્રમ્પની હિટલર સાથે તુલના, લોકોએ કહ્યું - અમે ઘણું બધું ગુમાવ્યું
April 20, 2025
ઈમિગ્રેશન નીતિઓ વિરૂદ્ધ લોકોમાં રોષ
વોશિંગ્ટન : ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને અમેરિકાના સેકડોં શહેરમાં હજારો દેખાવકારોએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની આકરી નીતિઓ વિરૂદ્ધ શનિવારે દેખાવો કર્યા હતા. ન્યૂયોર્કમાં વિરોધીઓએ શહેરની મુખ્ય લાઈબ્રેરીની બહાર એકત્રિત થઈ 'No Kings in America' (અમેરિકામાં કોઈ રાજા નહીં) અને 'Resist Tyranny' (તાનાશાહીનો વિરોધ) જેવા સુત્રોચ્ચાર કરતાં પોસ્ટર અને બેનર લગાવી દેખાવો કર્યા હતાં. ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિઓનો અમેરિકન્સ દ્વારા જ વિરોધ થઈ રહ્યો છે. તેની ઈમિગ્રેશન નીતિઓ વિરૂદ્ધ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ જોર-જોરથી સુત્રોચ્ચાર કર્યા હતા કે, 'કોઈ ભય નથછી, અમે ઈમિગ્રન્ટ્સનું અહીં સ્વાગત કરીએ છીએ.' આ સુત્રોચ્ચાર અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી ICE (ઈમિગ્રન્ટ્સ એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ)ના વિરોધમાં હતાં.
જે ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરી અટકાયત કરી રહી છે. વોશિંગ્ટન ડી.સી.માં દેખાવકારોએ ટ્રમ્પ સરકાર પર બંધારણીય સિદ્ધાંતો, ખાસ કરીને ન્યાયની પ્રક્રિયાના અધિકારને નબળો પાડવાનો આરોપ મૂક્યો હતો. રિપોર્ટ અનુસાર, વ્હાઈટ હાઉસની બહાર દેખાવો કરી રહેલાં 41 વર્ષીય બેન્જામિન ડગલસે જણાવ્યું હતું કે, આ કાયદો શાસન અને નાગરિકો પર અત્યાચાર ન કરવાના મૂળ સિદ્ધાંતો પર સીધો પ્રહાર કરે છે. અમુક લોકોને જાણી જોઈને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. જેથી વિદેશી પ્રત્યે વિરોધ ભડકાવી શકાય અને લાંબા સમયથી ચાલી રહેલા સુરક્ષાના કાયદાને નબળો પાડી શકાય.
ન્યૂયોર્કના અન્ય એક દેખાવકાર કેથી વેલી (ઉ.વ. 73 વર્ષ)એ જણાવ્યું કે, અમારી પર મોટું સકંટ છે. મારા માતા-પિતાએ હિટલરના ઉદયની જે વાર્તાઓ સંભળાવી હતી, આજે ટ્રમ્પના દોરમાં એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં તફાવત માત્ર આટલો છે કે, ટ્રમ્પ હિટલર અને અન્ય નાઝી નેતાઓની તુલનાએ વધુ મુર્ખ છે. તેમનો માત્ર ઉપયોગ થઈ રહ્યો છે, તેમની પોતાની ટીમમાં ફાટ પડેલી છે.
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026