વિશ્વનો સૌથી ઇમાનદાર દેશ ડેનમાર્ક અને સૌથી ભ્રષ્ટ દેશસુદાન જાહેર થયાં
February 12, 2025
લિસ્ટ બહાર પાડવા માટે સીપીઆઈ 180 દેશો અને ક્ષેત્રોને જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના કહેવાતા સ્તરના આધાર પર રેન્કિંગ બહાર પાડે છે. આ ઇન્ડેક્સ અનુસાર ઇમાનદારીમાં પહેલાં સ્થાન પર સતત સાતમાં વર્ષે ડેનમાર્ક પસંદ થયું છે જ્યારે સૌથી ભ્રષ્ટ દેશ એટલે કે 180મા ક્રમ પર સુદાન નક્કી થયું છે. ડેનમાર્કે પ્રથમ સ્થાન માટે 90 પોઇન્ટ હાંસલ કર્યા છે જ્યારે સુદાને 180માં સ્થાન પર ફક્ત આઠ પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતાં.
નોંધનીય છે કે આ યાદીમાં દરેક દેશને 0થી 100ની વચ્ચેના પોઇન્ટ આપવામાં આવે છે. સૌથી વધારે પોઇન્ટ મળ્યા હોય તેને સૌથી ઇમાનદાર અને સૌથી ઓછા પોઇન્ટ મેળવ્યા હોય તે દેશને સૌથી ભ્રષ્ટ દેશ જાહેર કરવામાં આવે છે. આ મોરચે ભારત અને તેના પડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો ભારત 38 પોઇન્ટ સાથે 96મા ક્રમ પર છે જ્યારે પાકિસ્તાન ફક્ત 27 પોઇન્ટ સાથે 135મા ક્રમ પર છે.
સીપીઆઈના રિપોર્ટ અનુસાર વૈશ્વિક ભ્રષ્ટાચારનું સ્તર ચિંતાજનક રીતે ઘણું ઊંચું છે. રિપોર્ટમાં દુનિયાભરમાં ગંભીર ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. બે તૃતિયાંશ કરતાં વધારે દેશોનો સ્કોર 100માંથી 50 કરતાં પણ ઓછો છે. લગભગ 6.8 અબજ લોકો એવા દેશમાં રહે છે જેમનો સીપીઆઈ સ્કોર 50 કરતાં ઓછો છે અને આ વસતી વિશ્વની કુલ વસતીના 85 ટકાને બરાબર છે. ડેનમાર્ક ભલે ટોચના રેન્કિંગ પર હોય પરંતુ તે 100માંથી 90 પોઇન્ટ જ મેળવી શક્યું હતું. બીજા ક્રમે ફિનલેન્ડને 88 તથા ત્રીજા સ્થાન પર સિંગાપોરને 84 પોઇન્ટ મળ્યા છે.
Related Articles
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026