Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનું મોટું પગલું! 'ગલ્ફ ઓફ મેક્સિકો'નું નામ બદલી 'ગલ્ફ ઓફ અમેરિકા' રાખ્યું

January 25, 2025

અમેરિકામાં સરકારમાં આવતા જ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે મેક્સિકોના અખાત(ગલ્ફ ઓફ મેક્સિકો)નું નામ સત્તાવાર રીતે બદલીને "અમેરિકાનો અખાત" (ગલ્ફ ઓફ અમેરિકા) રાખ્યું છે. આ ઉપરાંત, અલાસ્કામાં સમુદ્ર સપાટીથી 20 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત માઉન્ટ ડેનાલીનું નામ પણ માઉન્ટ મેકેનલી રાખવામાં આવ્યું છે. ટ્રમ્પે તેમના ચૂંટણી વચનમાં અને પછી તેમના પહેલા સંબોધનમાં આ રીતે નામ બદલવામાં આવશે તેની જાહેરાત કરી હતી. અમેરિકાના ઉપયોગમાં આવતા ગલ્ફનું નામ બદલવું એ અમેરિકન સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. ટ્રમ્પે તેમના કાર્યકાળના પહેલા દિવસે મેક્સિકોના અખાત અને અલાસ્કામાં 617,800 ચોરસ માઇલમાં ફેલાયેલા 20,000 ફૂટ ઊંચા પર્વતનું નામ ડેનાલીથી માઉન્ટ મેકેનલી રાખવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. ઓબામા સરકારે 2015 માં આ પર્વતનું સત્તાવાર નામ ડેનાલી રાખ્યું હતું. ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે પહેલાથી જ "અમેરિકાના અખાત" નામનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. તેમણે શિયાળાની ચેતવણી જારી કરતી વખતે મેક્સિકોના અખાતને "અમેરિકાના અખાત" તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે લૉ પ્રેશર ઝોન "અમેરિકાના અખાતને પાર કરીને" ફ્લોરિડા તરફ આગળ વધી રહ્યું છે.