પાકિસ્તાને આતંકવાદી સમજીને સામાન્ય નાગરિકો પર કર્યો ડ્રોન ઍટેક? 12ના મોત
March 30, 2025
પાકિસ્તાનની સેનાએ આતંકીઓને ટાર્ગેટ બનાવતાં કરેલા ડ્રોન હુમલામાં સ્થાનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે, આતંકવાદીઓની છાવણીમાં કરવામાં આવેલા હુમલામાં 12 આતંકીઓ માર્યા ગયા છે.
પાકિસ્તાનની સેનાએ શનિવારે સવારે આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ મરદાન જિલ્લાના કટલાંગમાં આવેલા સુદૂર પહાડી વિસ્તારમાં આતંકવાદીઓની છાવણી પર હુમલો કર્યો હતો. રેસ્ક્યૂ 1122ના પ્રવક્તા મોહમ્મદ અબ્બાસે જણાવ્યું કે, તેમણે જિલ્લા ઉપાયુક્તના નિર્દેશ પર મરદાન-સ્વાત મોટરવે પર સાત પુરૂષો અને બે મહિલાઓના મૃતદેહોને મેડિકલ કોમ્પ્લેક્સમાં મોકલી આપ્યા છે. આ મૃતકોની ઓળખ થઈ નથી. મૃતકોના ચીથરે ચીથરાં ઉડી ગયા હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. સ્થાનિકોનો દાવો છે કે, મૃતકો સ્વાત જિલ્લાના પશુ ચરાવનારા હતાં. તેમનો આતંકીઓ સાથે કોઈ સંબંધ નથી.
પાકિસ્તાની સેનાની આ કાર્યવાહીના લીધે નિર્દોષોના જીવ જતાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે મૃતકોના શબને મોટરવે પર મૂકી વિરોધ પ્રદર્શન કર્યો હતો. પરંતુ વાટાઘાટો બાદ અંતે તેઓ શબને ડીએનએ ટેસ્ટ માટે આપવા સહમત થયા હતા. એક અધિકારીએ દાવો કર્યો હતો કે, આ ઓપરેશનમાં 12 આતંકવાદી ઠાર થયા છે. જેમાં ઘણા કુખ્યાત આતંકી પણ સામેલ હતાં. જેમના માથે લાખો રૂપિયાનું નામ હતું.
પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે, ડ્રોન અટેકમાં માર્યા ગયેલા એક આતંકી મોહસિન બાકિરના માથે 70 લાખ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ હતું. બીજા એક કમાન્ડર અબ્બાસના માથે 50 લાખ પાકિસ્તાની રૂપિયાનું ઈનામ હતું. સેનાને આ વિસ્તારમાં હથિયારબંધ આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. જેના ભાગરૂપે ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, આ ઓપરેશનમાં ઘણા સામાન્ય નાગરિક પણ ભોગ બન્યા છે.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
06 May, 2026
06 May, 2026
06 May, 2026
05 May, 2026