અમેરિકામાં લાગશે ઈમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કરશે સેના: ટ્રમ્પનો મેગા પ્લાન તૈયાર!
November 19, 2024
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ગેરકાયદે પ્રવાસીઓ સામે એક મોટો નિર્ણય લેવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, મારૂ પ્રશાસન દેશમાં ગેરકાયદે રૂપે વસતા પ્રવાસીઓ સામે સૈન્ય બળનો પણ ઉપયોગ કરી શકે છે. તેમજ જરૂર પડ્યે દેશમાં રાષ્ટ્રીય કટોકટી પણ લાદવામાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ પર ટૉમ ફિટૉન નામના વ્યક્તિની પોસ્ટને રિપોસ્ટ કરતાં આ વાતની પુષ્ટિ કરી છે. ટૉમ ફિટૉને પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, માહિતી મળી રહી છે કે, ટ્રમ્પનું પ્રશાસન અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી સેના દ્વારા ઘૂસણખોરોને મોટી સંખ્યામાં કાઢવાની તૈયારી કરી રહ્યું છે.' ટ્રમ્પે આ પોસ્ટને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિપોસ્ટ કરતાં લખ્યું સાચું... ટ્રમ્પની આ પોસ્ટથી સંકેત મળી રહ્યા છે કે, ઘૂસણખોરોને કાઢવા ટ્રમ્પ ખરેખર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી શકે છે. ટ્રમ્પના સીમા સુરક્ષા પ્રમુખ ટૉમ હોમને ચેતાવણી આપતા કહ્યું કે, જે ડેમોક્રેટિક શાસિત રાજ્યોએ આ દેશનિકાલાના અભિયાનનો ઈનકાર કર્યો છે. તેઓએ અમારા રસ્તામાંથી હટી જવું જોઈએ. અમારૂ પ્રશાસન એ 4 લાખ 50 હજાર ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢીને જ રહેશે. આ એ આંકડા છે જેની સામે ગુનાહિત રેકોર્ડ છે. પોતાના વ્યક્તિગત સીમા સુરક્ષાના અનુભવને શેર કરતા ટૉમ હોમને કહ્યું, સીમા સુરક્ષા એજન્ટોએ હવે ગેરકાયદે પ્રવાસીઓને રોકવાને બદલે તેઓ બસ ટ્રાવેલ એજન્ટની જેમ કામ કરતાં જોવા મળી રહ્યા છે. આ ગેરકાયદે પ્રવાસીઓ કોઈપણ અડચણ વિના અમેરિકા મોકલવામાં આવે છે, તેમને મફત પ્લેન ટિકિટ, હોટેલ અને સ્વાસ્થ્ય સેવાઓ પણ આપવામાં આવે છે. જોકે, લાખો અમેરિકન નાગરિકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026