મને મારવાનો પ્રયાસ પણ કર્યો તો... ઇરાનને ટ્રમ્પની ખુલ્લી ધમકી
February 05, 2025
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વધુ દબાણ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કરતાં ઈરાનને ધમકી આપી છે કે, જો ઈરાને મને મારવાનો પ્રયાસ કર્યો તો હું તેને બરબાદ કરી નાખીશ. જો ઈરાન તેના પરમાણુ હથિયાર સંબંધિત પ્રોજેક્ટ બંધ નહીં કરે તો અમેરિકા તેના પર વધુ પ્રતિબંધો લગાવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે, 'મેં મારા સલાહકારોને નિર્દેશ આપ્યો છે કે, જો ઈરાન આપણા પર હુમલો કરે તો તેનો સંપૂર્ણપણે ખાતમો બોલાવી દેવો. જો ઈરાને મને મારવાનો પ્રયાસ કર્યો તો ઈરાનને નષ્ટ નાબૂદ કરજો. ઈરાન પાસે પરમાણુ હથિયાર નથી.' ઈરાનને ખુલ્લેઆમ ધમકી આપવાની સાથે ટ્રમ્પે ઈરાનના પ્રતિનિધિઓની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પના ઈરાન પ્રત્યે આકરા વલણો અને પ્રતિબંધોના કારણે અનેકવાર ધમકી મળી ચૂકી છે. હાલમાં જ ચૂંટણી પ્રચાર કરતી વખતે ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. જો કે, તેમની હત્યાનો પ્રયાસ ઈરાને કર્યો ન હોવાનું અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે પ્રથમ કાર્યકાળમાં 2020માં ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોરની શાખા કુદ્સ ફોર્સનું નેતૃત્વ કરી રહેલા કાસિમ સુલેમાનીની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદથી ટ્રમ્પની સુરક્ષા મુદ્દે ચિંતા વધી હતી. અમેરિકાની સુરક્ષા એજન્સી એલર્ટ બની છે. વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા અને ઈરાન વચ્ચેના આર્થિક સંબંધો ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં સતત ખરાબ થઈ રહ્યા છે. અગાઉ પણ ટ્રમ્પે ઈરાન પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા. જેના પગલે ઈરાન આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. 2018માં અમેરિકાએ ઈરાન સાથેનો પરમાણુ કરાર પણ તોડી નાખ્યો હતો.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026