ચીનમાં એવરગ્રાન્ડેના સ્થાપકને આજીવન કેદની સજા ફટકારાઈ
August 22, 2026
શેન્ઝેન ઇન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે ઝુ ઝિયાયિયને ૮.૮૨ અબજ યુઆનનો દંડ ફટકાર્યો હતો અને એવરગ્રાન્ડ ગુ્રપના ઓનશોર ઓપેરટિંગ યુનિટ હેંગડા રિયલ એસ્ટેટને સાત અબજ યુઆન એટલે કે એક અબજ ડોલદનો દંડ ફટકાર્યો હતો. હુઈ કા યાન તરીકે જાણીતા ૬૭ વર્ષના શુને હવે બધા રાજકીય અધિકારોથી વંચિત કરી દેવાયા છે. તે કોર્પોરેટ એસેટ્સમાં ઉચાપત અને લાંચના કેસમાં પણ દોષિત ઠર્યા હતા. કોર્ટે ઝુને જાહેર થાપણોની ઉચાપ, ફંડરેઇઝિંગ ફ્રોડ, ગેરકાયદેસર રીતે લોન જારી કરવા, ખોટી રીતે જામીનગીરીઓ જારી કરવી, મહત્ત્વની માહિતીને ગેરકાયદેસર ડિસ્ક્લોઝર, કોર્પોરેટ લાંચ સહિતના અનેક કેસમાં દોષિત ઠેરવ્યા હતા. હુઈ ઉપરાંત તેમના બે પુત્ર સહિત કંપનીના ૫૬ કર્મચારીઓન ૨૨ મહિનાથી લઈને ૧૮ વર્ષ સુધીની સજા ફટકારી છે, દંડ કર્યો છે અને કેટલાયની સંપત્તિ જપ્ત કરી લેવામાઁ આવી છે. આ કેસમાં સંડોવાયેલી જંગી રકમ, અસાધારણ સંજોગો અને અકલ્પની આર્થિક નુકસાનની સાથે સમાજને પડેલા ભારે ફટકાને ધ્યાનમાં રાખીને તેમને આ સજા કરવામાં આવી હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
Related Articles
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026