ઉગ્ર ચર્ચા કરતા ટ્રમ્પે યૂક્રેનને અપાતી સૈન્ય મદદ રોકી

March 04, 2025

અમેરિકા અને યૂક્રેનના તણાવ વચ્ચે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે મુલાકાત થઇ હતી. પરંતુ બંને વચ્ચેની ચર્ચા ઉગ્ર દલીલબાજીમાં ફેરવાઇ હતી. 

જે બાદ ટ્રમ્પે યૂક્રેનને મદદ કરવાની મનાઇ ફરમાવી છે. અમેરિકાએ યૂક્રેનને અપાતી સૈન્ય મદદ રોકી દીધી છે. વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું, "રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે તેમનું ધ્યાન શાંતિ પર છે. અમને અમારા ભાગીદારો પણ તે ધ્યેય માટે પ્રતિબદ્ધ થવાની જરૂર છે.

વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું, "રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે તેમનું ધ્યાન શાંતિ પર છે. અમને અમારા ભાગીદારો પણ તે ધ્યેય માટે પ્રતિબદ્ધ થવાની જરૂર છે. અમે શાંતિ કરાર કરવામાં મદદ કરશે તેની ખાતરી કરવા માટે અમારી સહાયને થોભાવી રહ્યા છીએ અને તેની સમીક્ષા કરી રહ્યા છીએ."