સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક

September 03, 2026

ભારતીય વાયદા બજાર (MCX) માં આજે કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આજે કારોબાર દરમિયાન સોનાના ભાવમાં 1823 રૂપિયા (1.20%) નો જંગી વધારો નોંધાયો છે, જેના કારણે સોનું ફરી એકવાર 1,50,000 ની માનસિક સપાટી કૂદાવીને 1,54,225 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. બીજી તરફ, ચાંદીમાં પણ 3234 રૂપિયા (1.37%) નો મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેથી ચાંદી 2,40,000 ના ઓલ-ટાઇમ હાઇ લેવલની અત્યંત નજીક પહોંચીને 2,39,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે.

આજે સાતમ પણ છે ત્યારે સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. MCX ની આંકડાકીય વિગતો મુજબ, સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) 152402.00 રૂપિયા હતો. આજે બજાર ખુલતાની સાથે જ તે 153799.00 રૂપિયાના ભાવે ઓપન થયું હતું અને દિવસ દરમિયાન 153476.00 ના નીચલા સ્તરથી વધીને 154225.00 ની ઊંચી સપાટીએ સ્પર્શ્યું હતું. ચાંદીની વાત કરીએ તો, તેનો અગાઉનો બંધ ભાવ 236266.00 રૂપિયા હતો, જે આજે વધીને 238229.00 ના ભાવે ખુલ્યો હતો. કારોબાર દરમિયાન ચાંદી 237980.00 ના લોઅર લેવલથી ઉછળીને 239500.00 ના હાઇ લેવલ સુધી પહોંચી ગઈ હતી.