Breaking News :
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233 કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર

ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ

September 01, 2026

ગોવાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકઓફ કર્યાના ગણતરીની મિનિટોમાં જ ટેકનિકલ ખામી સર્જાતાં વિમાનને મોપા એરપોર્ટ પર પરત ઉતારવાની ફરજ પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2102 એ મંગળવારે સવારે આશરે 9:16 વાગ્યે ગોવા એરપોર્ટ પરથી દિલ્હી જવા માટે ઉડાન ભરી હતી. જોકે, આકાશમાં પહોંચ્યાના થોડા જ સમયમાં વિમાનના એક એન્જિનમાં ખામી હોવાની જાણકારી પાયલોટને મળી હતી. જેના કારણે તાત્કાલિક નિર્ણય લેવો પડ્યો હતો. એન્જિનમાં ખામી હોવાની જાણ થતાં જ પાયલોટે ત્વરિત એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એર ટ્રાફિક કન્ટ્રોલે સવારે આશરે 9:30 વાગ્યે ગોવાના મોપા એરપોર્ટ પર 'ફૂલ ઇમરજન્સી' જાહેર કરી દીધી હતી. એરપોર્ટ પર ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરીને ફાયર ફાઇટર્સ અને એમ્બ્યુલન્સ સહિતની તબીબી ટીમ તથા સુરક્ષા કર્મચારીઓને એલર્ટ પર રાખી દેવામાં આવ્યા હતા. વિમાનમાં ટેકનિકલ સમસ્યા સર્જાયા બાદ પાયલોટે અત્યંત સૂઝબૂઝ દર્શાવીને વિમાનને યુ-ટર્ન લઈ પરત ગોવા તરફ વાળી લીધું હતું. મોપા એરપોર્ટ પર પાયલોટે વિમાનનું રનવે પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું, જેના કારણે મોટી હોનારત ટળી હતી. વિમાનના સુરક્ષિત ઉતરાણ બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા અને એન્જિનમાં કયા પ્રકારની ખામી સર્જાઈ હતી તે અંગેની વિસ્તૃત વિગતો સામે આવી નથી. ઇન્ડિગો એરલાઇન્સ તરફથી આ સમગ્ર ઘટના અંગે સત્તાવાર નિવેદન જારી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સિવિલ એવિએશન ક્ષેત્રના અધિકારીઓ અને ટેકનિકલ ટીમો દ્વારા એન્જિનમાં આવેલી ખામીના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.