માલીમાં સોનાની ખાણ ધસી પડતા 48ના મોત, અનેક લોકોને ઈજા
February 16, 2025
માલી : માલીના પૂર્વ વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડતા 48 લોકના મોત અને અનેક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. માલીના મીડિયા અને અધિકારીઓએ કેનિએબા જિલ્લામાં સોનાની ખાણ ધસી પડી હોવાની માહિતી આપી છે. માલીની ટેલિવિઝન ચેનલના રિપોર્ટમાં જણાવાયું છે કે, કેનિએબા જિલ્લા સ્થિત બિલાલી કોટો નામના સ્થળે ખાણ ધસી પડી છે, જેમાં 48 લોકોના મોત અને અનેક લોકો ઈજા થયા છે. માલીમાં આ વર્ષે આ બીજી ભયાનક દુર્ઘટના બની છે. કેનિએબા ક્ષેત્રના અધિકારી મોહમ્મદ ડિકોએ એસોસિએટેડ પ્રેસ પાસેથી ઘટનાની પુષ્ટી કરી છે અને કહ્યું કે, ઘટનામાં 48 લોકોના મોત થયા છે. ખાણ સંબંધીત નેતા ફલાય સિસોકોએ કહ્યું કે, ‘બિલાવી કોટોમાં શનિવારે રાત્રે ખીણ ધસી પડી હતી. ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં ભૂસ્ખલન થયું.’ ડિકોએ કહ્યું કે, ‘અધિકારીઓ એવી પણ તપાસ કરી રહ્યા છે કે, ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં કાયદાકીય રીતે સંચાલન થઈ રહ્યું હતું કે નહીં. માલીમાં ગત મહિને પણ ભૂસ્ખલનની ઘટા બની હતી, જેમાં અનેક લોકોના મોત થયા છે. 29 જાન્યુઆરીના રોજ કૂલિકોરો વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં સોનાની ખાણમાં કામ કરી રહેલા અનેક શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મોટાભાગની મહિલાઓ હતી. ગત વર્ષે જાન્યુઆરીમાં બમાકો પાસે ગેરકાયદે ખાણ ધસી પડી હતી, જેમાં 70થી વધુ લોકોના મોત થયા હતા.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026