સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ
January 02, 2026
AIને મહિલાઓની તસવીરમાંથી વસ્ત્રો હટાવવાનું કહે છે યુઝર્સ!
દિલ્હી : કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ( એક્સ )ને નોટિસ ફટકારી છે. Grok AIથી બનાવાયેલી તમામ અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયાથી હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આટલું જ નહીં સરકારે કંપનીને 72 કલાકમાં રિપોર્ટ જમા કરાવવામાં કહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી એક્સ પર ઘણા યુઝર્સ ગ્રોક AIનો દુરુપયોગ કરી રહ્યા છે. કોઈ પણ યુઝરની તસવીરોમાંથી AIની મદદથી વસ્ત્રો હટાવવા જેવી હરકતો કરવામાં આવે છે. આ મામલે સરકાર સામે પણ ફરિયાદો થઈ રહી હતી. હવે સરકારે આ મામલે એક્સને નોટિસ ફટકારી કન્ટેન્ટ હટાવવા આદેશ આપ્યા છે. જે બાદ કંપનીએ શું કાર્યવાહી કરી તેની પણ સમીક્ષા કરવામાં આવશે. કંપનીએ 72 કલાકમાં કાર્યવાહીનો રિપોર્ટ પણ આપવાનો રહેશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઘણા કામો સરળ થયા છે. જોકે તેના નવા નવા ટ્રેન્ડના કારણે ચિંતા પણ ઊભી થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ( અગાઉ ટ્વિટર ) પર હાલમાં remove this ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેને લઈને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર સવાલ ઊભા કર્યા છે. તેમણે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને કહી છે કે આ ટ્રેન્ડ મહિલાઓની પ્રાઈવસીનું હનન કરે છે. શિવસેના-UBTના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની માંગ છે કે Grok આવા ફીચર્સ પર સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ. મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન ન થાય તે માટે ટેક કંપનીઓ માટે કડક નિયમો બનાવવા કોઈએ. આ ફીચર્સની મદદથી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મહિલાઓની તસવીરથી કપડાં હટાવવાનું કહી રહ્યા છે. આ બધુ માત્ર ફેક અકાઉન્ટ સુધી સીમિત નથી. એવામાં સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરતી મહિલાઓ માટે મોટો ખતરો ઊભો થયો છે અને AIનો ઘોર દુરુપયોગ છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026