યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
May 08, 2026
લાખો મતદારોના નામ યાદીમાંથી કાઢી નાંખવામાં આવે છે: રાહુલ ગાંધી
ગુરુગ્રામ ઃ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગુરુગ્રામની મુલાકાત લીધી હતી. સદ્ભાવના યાત્રામાં સામેલ થયા બાદ તેમણે જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ બેરોજગારી, ચૂંટણી પ્રક્રિયા અને કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે દેશનું ધન માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહ્યું છે,
જ્યારે દેશના યુવાનોને રોજગાર આપવાને બદલે સોશિયલ મીડિયાની જાળમાં ફસાવવામાં આવી રહ્યા છે. જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "કેટલાક વર્ષો પહેલા મેં કન્યાકુમારીથી કાશ્મીર સુધી 'ભારત જોડો યાત્રા' કરી હતી, જેમાં લાખો લોકો જોડાયા હતા. તે સમયે 'નફરતના બજારમાં મોહબ્બતની દુકાન'નો નારો જનતામાંથી જ ઉભરી આવ્યો હતો." તેમણે ઉમેર્યું કે આ માત્ર કોંગ્રેસનો નારો નથી, પરંતુ સમગ્ર દેશની ભાવના છે અને આજે પણ દેશને તેની ખૂબ જરૂર છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં ગરબડ થતી હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, લાખો મતદારોના નામ કાઢી નાખવામાં આવે છે અને લાખો નવા નામ ઉમેરવામાં આવે છે. દેશની સંપત્તિઓ મોટા ઉદ્યોગપતિઓને સોંપવામાં આવી રહી છે. જનતાના નાણાં છીનવીને ગૌતમ અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, "યુવાનો કોલેજોમાંથી ડિગ્રીઓ તો મેળવે છે, પરંતુ તેમને રોજગાર મળતો નથી. સરકારની નીતિઓને કારણે દેશમાં ચીનની વસ્તુઓ વેચાઈ રહી છે અને યુવાનોને કામ આપવાને બદલે તેમને ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે."
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026