Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીને ફરી ટ્રમ્પની ધમકી, વિદેશી વિદ્યાર્થીઓની જાણકારી આપો, ફંડ નહીં મળે

May 25, 2025

ન્યુ યોર્ક : અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી હાર્વર્ડ યુનિવર્સિટી પર ફરી પ્રહારો કર્યો છે. ટ્રમ્પે હાર્વર્ડમાં અભ્યાસ કરી રહેલા લગભગ 31 ટકા વિદ્યાર્થીઓની વિગતો માંગી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમને યુનિ.માં ભણતા વિદ્યાર્થીઓની માહિતી આપો, નહીં તો ફંડ આપવાનું બંધ કરી દઈશું. આ પહેલા યુનિવર્સિટીને અપાતી 2.2 અબજ અમેરિકી ડૉલરથી વધુના અનુદાન અને સહાય પેકેજ પર પ્રતિબંધ મૂકાયો હતો, જેને લઈને હાર્વર્ડે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં કોર્ટે ટ્રમ્પ તંત્રના આદેશ પર વચગાળાનો સ્ટે લગાવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર દાવો કર્યો છે કે, હાર્વર્ડમાં લગભગ 31 ટકા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને યુનિવર્સિટી તેઓની માહિતી આપતી નથી. તેઓ દેશ અને ખાસ કરીને સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે બિલકુલ ફ્રેન્ડલી વર્તન કરતા નથી. તેઓ પોતાના (અમેરિકન) વિદ્યાર્થીઓ માટે કોઈપણ ચુકવણી કરતા નથી અને તેઓ આવો ઈરાદો પણ રાખવા નથી.


તેમણે વધુમાં કહ્યું કે, અમે જાણવા માંગીએ છીએ કે, યુનિવર્સિટીમાં કયાં કયાં દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અમે હાર્વર્ડને અબજો ડોલર આપીએ છીએ, તેમ છતાં તેઓ સહયોગ કરી રહ્યા નથી. તેમની યુનિવર્સિટીમાં જે વિદેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અમે તેમના નામ અને દેશને જાણવા માંગીએ છીએ. હાર્વર્ડ પાસે 52,000,000 ડૉલરનું ફંડ છે, તેઓ તેનો ઉપયોગ કરે. હવે તેઓ ફેડરલ ગર્વમેન્ટ પાસેથી ફંડ માંગવાનું બંધ કરે.