પંજાબના સરહિંદમાં રેલ્વે ટ્રેક પર જોરદાર વિસ્ફોટ, ખાલિસ્તાની આતંકી સંગઠને લીધી જવાબદારી
January 25, 2026
DIGએ ઘટનાસ્થળની મુલાકાત લીધી, તપાસ તેજ
દિલ્હી : ભારતમાં 26 જાન્યુઆરીની ઉજવણી પૂર્વે પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના સરહિંદમાં રેલવે ટ્રેક પર મોડી રાત્રે એક પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ ધડાકાને કારણે રેલવે ટ્રેકના ફુરચા ઊડી ગયા હતા અને ત્યાંથી પસાર થઈ રહેલી એક માલગાડીના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત આતંકી સંગઠન 'ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ' (KZF)એ સ્વીકારી છે. સંગઠનના વડા રણજીત સિંહ નીટાના હસ્તાક્ષરવાળી એક નોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં આ વિસ્ફોટને માત્ર એક 'ટ્રેલર' ગણાવવામાં આવ્યું છે.
પાકિસ્તાનથી કાર્યરત આતંકી રણજીત સિંહ નીટાએ વાયરલ નોટમાં ભારત સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. તેણે લખ્યું છે કે, ‘આ વિસ્ફોટ અમે પેસેન્જર ટ્રેનમાં પણ કરી શક્યા હોત, પરંતુ અમારો ઈરાદો જાનહાનિ કરવાનો નથી. આ સરકાર માટે એક ચેતવણી છે. ખાલિસ્તાનની અમારી માંગ પહેલા પણ હતી અને આગળ પણ રહેશે. અમે શાંતિથી બેઠા નથી અને બેસવા પણ નહીં દઈએ. ખાલિસ્તાન ન બને ત્યાં સુધી અમારો સંઘર્ષ અને આવા એક્શન ચાલુ રહેશે.’
ઘટનાની ગંભીરતાને જોતા રોપડ રેન્જના ડીઆઈજી નાનક સિંહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક ટીમે નમૂના લઈ તપાસ શરૂ કરી છે. જોકે, ડીઆઈજીએ હાલમાં આને સીધો આતંકી હુમલો ગણવાનો ઈનકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘આ એક ગુનાહિત પ્રવૃત્તિ છે અને પોલીસ વૈજ્ઞાનિક પદ્ધતિથી પુરાવા એકત્ર કરી રહી છે. તપાસ બાદ જ આતંકી કાવતરા અંગે સ્પષ્ટતા થશે.’ હાલ ક્ષતિગ્રસ્ત ટ્રેકની મરામત કરી રેલ વ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026