Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

તિબેટમાં ભૂકંપથી ભારે તબાહી, 32 લોકોના મોત, 38થી વધુ ઇજાગ્રસ્ત

January 07, 2025

નેપાળની સરહદે આવેલા તિબેટના પર્વતીય પ્રદેશમાં મંગળવારે સવારે એક કલાકની અંદર સતત છ ભૂકંપ આવ્યા, જેમાં રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો સમાવેશ થાય છે. ભૂકંપના કારણે તિબેટમાં જાનમાલનું નુકસાન થયું છે અને 32 લોકોના મોત થયા છે. તિબેટના શિગાત્સે શહેરમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. અનેક ઈમારતો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું છે.

ચીનની સત્તાવાર સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યું કે ઝિચાંગ ઓટોનોમસ રિજન (તિબેટના શિગાત્સે શહેર)ના ડિંગરી કાઉન્ટીમાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપમાં 32 લોકોના મોત થયા છે અને 38 લોકો ઘાયલ થયા છે. ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.