સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર
January 12, 2026
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોમવારે સોના અને ચાંદીમાં રોકાણકારો માટે સોનાનો દિવસ ઉગ્યો છે. બંને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે અને ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.
ચાંદીમાં ઉછાળો, ભાવ ₹2.65 લાખને પાર
MCX પર ચાંદીના વાયદાના ભાવમાં આજે ઉછાળો જોવા મળ્યો છે, જેણે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.
જૂનો બંધ ભાવ(Prev. Close): અગાઉના ટ્રેડિંગ સત્રમાં 05 માર્ચ, 2026 વાયદાની ચાંદીનો ભાવ ₹2,52,725 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
નવો ખુલતો ભાવ(Open): આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં ₹10,109નો જંગી ગેપ-અપ જોવા મળ્યો અને ભાવ ₹2,62,834 પર ખુલ્યો.
ઓલ-ટાઇમ હાઇ અને વર્તમાન સ્થિતિ: દિવસ દરમિયાન
ખરીદીનું દબાણ વધતા ચાંદીનો ભાવ ₹2,65390ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹12030(+4.79%)ના જબરદસ્ત ઉછાળા સાથે ₹2,64,705 પર ટ્રેડ કરી રહ્યો છે.
સોનાના ભાવમાં પણ ઐતિહાસિક તેજી
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂત તેજી જોવા મળી છે અને તેણે પણ પોતાની નવી રેકોર્ડ સપાટી બનાવી છે.
જૂનો બંધ ભાવ(Prev. Close): MCX પર 05 ફેબ્રુઆરી, 2026 વાયદાના સોનાનો ભાવ અગાઉના દિવસે ₹1,38,819 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
નવો ખુલતો ભાવ(Open): આજે સોનું ₹1,39,600 પર ખુલ્યું હતું.
ટ્રેડિંગ દરમિયાન સોનાએ ₹1,41,250ની નવી ઐતિહાસિક ઊંચી સપાટી બનાવી. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹2,403(+1.73%)ના મજબૂત વધારા સાથે ₹1,41,222 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો હતો. બંને કિંમતી ધાતુઓમાં આવેલી આ ઐતિહાસિક તેજીને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026