બૈરૂત પરના ઈઝરાયેલી હુમલામા હિઝબુલ્લાહે વળતો જવાબ આપ્યો : ઈઝરાયેલ પર 250 રોકેટ છોડયા
November 26, 2024
તેલઅવીવ : કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયલ ઉપર બરોબરનું વેર વાળવું શરૂ કર્યું છે. રવિવારે તેણે ઈઝરાયલ ઉપર ૨૫૦ રોકેટ છોડયા હતા તેથી અનેક ઘાયલ થયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હિઝબુલ્લાહે કરેલો આ સૌથી વધુ ઘાતક હુમલો હતો. બીજી તરફ ઈઝરાયલની મેગન ડેવિડ એડોપ બચાવ સંસ્થાએ તો જણાવ્યું હતું કે, તે હુમલાથી માત્ર સાત વ્યકિતઓ જ ઇજાગ્રસ્ત થઈ છે. જો કે આ વિધાનો તુર્ત ગળે ઉતરે તેવા નથી. તેમ કહેતા નિરીક્ષકો જણાવે છે કે ૨૫૦ રોકેટ પડે અને માત્ર સાત જ ઘાયલ થાય તેવું બની જ કેમ શકે ? બૈરૂત ઉપર તાજેતરમાં ઈઝરાયલે કરેલા હુમલાના વળતા જવાબરૂપે આ હુમલો કરાયો હોવાનું હિઝબુલ્લાહના સાધનોએ જણાવ્યું હતું. તે સમયે લેબેનોના કાર્યવાહક વડાપ્રધાન નજીબ મિકાનીએ તે હુમલાની ઉગ્ર ટીકા કરી હતી. બીજી તરફ રવિવારે ઈઝરાયલ પર છોડેલા રોકેટ પૈકી કેટલાએ રોકેટ તો તોડી પાડયા હોવાનો ઈઝરાયલે દાવો કર્યો છે. લેબેનોનમાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈઝરાયલે કોઈ પણ ચેતવણી આપ્યા સિવાય જ શનિવારે દ. લેબેનોન પર તથા બૈરૂત ઉપર વ્યાપક હુમલા કર્યા હતા.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026