ઈઝરાયલ પર 250 રોકેટ ઝીંક્યા હિઝબુલ્લાહે, એરસ્ટ્રાઈકનો લીધો બદલો, 7 ઈજાગ્રસ્ત
November 25, 2024
યુદ્ધ વચ્ચે એરસ્ટ્રાઈકનો બદલો લેતાં હિઝબુલ્લાહે ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે. રવિવારે લગભગ 250 રોકેટ અને અન્ય હથિયારો વડે જોરદાર પલટવાર કરતાં ઈઝરાયલને હચમચાવી નાખ્યું હતું. આ હુમલામાં 7 ઈઝરાયલી નાગરિકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કરાયેલા હુમલાઓમાં આ સૌથી ભીષણ હુમલો હતો કેમ કે આ વખતે ઘણાં રોકેટ ઈઝરાયલના મધ્ય ભાગ તેલ અવીવ સુધી પહોંચી ગયા હતા. ઈઝરાયલની મેગન ડેવિડ એડોમ રેસ્ક્યૂ સર્વિસે કહ્યું કે હિઝબુલ્લાહના હુમલામાં સાત લોકો ઘાયલ થયા છે. યુદ્ધવિરામ માટે મંત્રણાકારો દ્વારા દબાણ બનાવાતા હિઝબુલ્લાહે આ હુમલો બેરુતમાં ઈઝરાયલી હુમલાના જવાબમાં કર્યો હતો. આ દરમિયાન લેબેનોનની સેનાએ જણાવ્યું હતું કે, રવિવારે ઇઝરાયલી હુમલામાં એક લેબનીઝ સૈનિક માર્યો ગયો હતો અને 18 અન્ય ઘાયલ થયા હતા. ઈઝરાયલની સેનાએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ હુમલો હિઝબુલ્લા વિરુદ્ધ યુદ્ધ ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો. સેનાનું ઓપરેશન માત્ર ઉગ્રવાદીઓ સામે જ છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલના હુમલામાં 40 થી વધુ લેબનીઝ સૈનિકો માર્યા ગયા છે. જો કે, લેબનીઝ સેના મોટાભાગે યુદ્ધથી દૂર રહી છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026