હોલિવૂડના 'અચ્છે દિન'! ટ્રમ્પે ફિલ્મ સ્ટાર્સને ટીમમાં સામેલ કર્યા, દિગ્ગજોને બનાવ્યાં વિશેષ રાજદૂત
January 18, 2025
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે (20મી જાન્યુઆરી) પ્રમુખ પદના શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. આ દમિયાન તેમણે પોતાની ફિક્સ-ઇટ યાદીમાં હોલિવૂડનો ઉમેરો કર્યો છે. તેમણે મેલ ગિબ્સન, સિલ્વેસ્ટર સ્ટેલોન અને જોન વોઈટને હોલિવૂડમાં પોતાના ખાસ રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'મારો ધ્યય હોલિવૂડને પાછું લાવવાનું છે. જેણે છેલ્લા 4 વર્ષમાં વિદેશમાં ઘણો વ્યવસાય ગુમાવ્યો છે, તે પહેલા કરતા પણ મોટો, સારો અને મજબૂત છે!' ટ્રમ્પનો અભિનેતાને તેમના પસંદ કરેલા 'રાજદૂત' તરીકે પસંદ કરવાનો નિર્ણય 1980 અને 90 ના દાયકામાં તેમની વ્યસ્તતા પર ભાર મૂકે છે. આ મહિનાની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમની વ્હાઇટ હાઉસ ટીમમાં કેટલીક મહત્ત્વપૂર્ણ નિમણૂકોની જાહેરાત કરી હતી, જેમાં સ્ટેનલી ઇ વુડવર્ડને પ્રમુખના સહાયક અને વિશેષ ફરિયાદી તરીકે, રોબર્ટ ગ્રેબીએલ જુનિયરને રાષ્ટ્રપતિના નીતિ સલાહકાર તરીકે અને નિકોલસ એફ લુનાને વ્યૂહાત્મક સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત વિલિયમ બ્યુ હેરિસનને ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ઓપરેશન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. નવેમ્બર 2024માં અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને હરાવીને પ્રચંડ વિજય મેળવ્યો હતો.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026