રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, મુસાફરો સવાર મીની બસ ટ્રકમાં ઘૂસી જતાં 15 મોત
November 02, 2025
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કર્યું, અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી
ફલોદી- રાજસ્થાનના ફલોદી જિલ્લામાં રવિવારે અકસ્માત થયો છે. પુરપાઠ ઝડપે જઈ રહેલી મીની બસ ટ્રકમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકોમાં એક જ પરિવારના અનેક સભ્યોનો સમાવેશ થતો હોવાની વિગતો સામે આવી છે. દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વહીવટીતંત્રે રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવ્યું છે, અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તાત્કાલિક જિલ્લા કલેક્ટર, એસપી અને અન્ય અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘાયલોને તુરંત હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026