મેં ઈલોન મસ્કના 13માં બાળકને જન્મ આપ્યો: મહિલા ઈનફ્લુએન્સરનો સોશિયલ મીડિયામાં દાવો
February 15, 2025
MAGA સમર્થક લેખિકા અને કોલમનિસ્ટ એશલી સેન્ટ ક્લેયરે દાવો કર્યો છે કે તેણે પાંચ મહિના પહેલા ગુપ્ત રીતે ઈલોન મસ્કના 13માં બાળકને જન્મ આપ્યો. તેણે એક્સ પર લખ્યુ, 'પાંચ મહિના પહેલા મે એક બાળકને જન્મ આપ્યો. ઈલોન મસ્ક તેના પિતા છે. હું અત્યાર સુધી પોતાના બાળકની સુરક્ષા અને ગોપનીયતા માટે આ વાત સંતાડીને રાખી હતી, પરંતુ હવે મીડિયા આને ઉજાગર કરવાની છે.' એશલી સેન્ટ ક્લેયરે મીડિયાથી અપીલ કરી છે કે તેના બાળકની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે અને કોઈ દખલગિરી ના કરવામાં આવે. ઈલોન મસ્કે આની પર સીધી કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ X પર એક યુઝરની ટિપ્પણી 'વધુ એક બાળક બનાવવું માત્ર એક સાઈડ ક્વેસ્ટ છે' પર હસવાવાળું ઈમોજી પોસ્ટ કર્યું. રિપોર્ટ અનુસાર સેન્ટ ક્લેયર ગત એક વર્ષથી ન્યૂયોર્કના મેનહેટનમાં એક મોંઘા એપાર્ટમેન્ટમાં રહી રહી છે. જેનું માસિક ભાડું 12000 થી 15000 ડોલર (લગભગ 10-12 લાખ રૂપિયા) ની વચ્ચે જણાવવામાં આવે છે. તેના એપાર્ટમેન્ટના રહેવાસીઓનું કહેવું છે કે તે આ ઈમારતમાં ટેસ્લા સાઈબર્ટ્રક ખરીદનારી શરૂઆતી લોકોમાંની એક હતી. તેણે સુરક્ષા વધારવા માટે રિંગ ડોરબેલ કેમેરા લગાવ્યો જ્યારે બિલ્ડિંગમાં પહેલેથી જ સુરક્ષાની કડક વ્યવસ્થા હતી. તે બિલ્ડિંગ સ્ટાફથી ઓછી વાતચીત કરતી હતી અને તેના દરવાજાની બહાર ડિલીવરી પેકેજ ખોલ્યા વિનાના પડ્યા રહેતાં હતાં. કહેવાઈ રહ્યું છે કે તે એક ટોડલર (નાનું બાળક) અને મસ્કના કથિત બાળકની સારસંભાળ કરી રહી છે, જેની સારસંભાળ માટે તેની પાસે ફુલ-ટાઈમ નેની છે. ઈલોન મસ્કના પહેલેથી જ ત્રણ મહિલાઓ (જસ્ટિન, વિલ્સન, ગ્રિમ્સ અને શિવોન જિલિસ) થી 12 બાળકો છે. તેમણે ગર્ભાવસ્થા દરમિયાન કેમેરાની સામે આવવા અને પબ્લિક ઈવેન્ટ્સમાં જવાનું ટાળ્યું. જોકે તેમણે પોતાના બાળકના જન્મ બાદ માર-એ-લાગો (ટ્રમ્પની ઈવેન્ટ) માં ભાગ લીધો. બાદમાં તેમને અમેરિકી રાજનેતાઓ જેવા મેટ ગેટ્સની પત્ની, જિંજર, GOP પ્રવક્તા એલિઝાબેથ પિપકો, વિવેક રામાસ્વામી અને કાશ પટેલની સાથે જોવામાં આવ્યો.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026