'મારી હત્યા જ થવાની હતી, 20-25 મીનિટ માટે બચી ગઈ..', બાંગ્લાદેશના પૂર્વ PMનો મોટો દાવો
January 18, 2025
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાને પદભ્રષ્ટ કરવાને લઈને મોટા આરોપ લગાવવ્યા આવ્યા છે. હસીનાએ દાવો કર્યો કે, મને અને મારી નાની બહેન શેખ રેહાનાને મારવાનું કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ આવામી લીગ પાર્ટીના ફેસબુક પેજ પર શુક્રવાર મોટી રાત્રે પોસ્ટ કરવામાં આવેલા ઓડિયો ભાષણમાં તેઓએ આ વાત કહી છે. શેખ હસીનાએ કહ્યું કે, 'રેહાના અને હું માંડ-માંડ બચ્યા હતાં. ફક્ત 20-25 મિનિટના અંતરથી અમારો જીવ બચી શક્યો છે.' નોંધનીય છે કે, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં જોરદાર આંદોલન થયું હતું. મહિનાઓ સુધી ચાલેલું આ વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ બાંગ્લાદેશના તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન થયેલી હિંસામાં 600 થી વધારે લોકોની મોત થયા હતાં. 76 વર્ષીય શેખ હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી ગયા હતાં. નોબેલ પુરસ્કાર વિજેતા મહોમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું ગઠન થયું. શેખ હસીનાએ ભૂતકાળના દિવસોને યાદ કરતાં કહ્યું કે, 'મને અનેકવાર મારવાના કાવતરા ઘડવામાં આવ્યા હતાં. મને લાગે છે કે, 21 ઓગસ્ટની હત્યાઓથી બચવું અથવા કોટલીપારામાં બોમ્બથી બચી જવું અને 5 ઓગસ્ટ, 2024 ના દિવસે પણ જીવિત રહેવું... આ બધું જ અલ્લાહની મરજીથી થયું હતું. મારા ઉપર અલ્લાહનો હાથ રહ્યો હશે. નહીંતર, આ વખતે હું બચી ન શકત! તમે જોયું હશે કે, કેવી રીતે તેઓએ મને મારવાનું કાવતરૂ ઘડ્યું હતું. પરંતુ, અલ્લાહની જ કૃપા છે કે, હું જીવિત છું. અલ્લાહ ઈચ્છે છે કે, હું કંઈક બીજું કરૂ. જોકે, હું પીડિત છું. મારા દેશ વિના અને મારા ઘર વિના હું જીવી રહી છું. બધું બળી ગયું છે.'
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026