Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

'આત્મસમર્પણ કરી દો તો યુક્રેનના સૈનિકોના જીવ બક્ષી દઈશું...' યુદ્ધવિરામની ચર્ચા વચ્ચે પુતિનનું નિવેદન

March 15, 2025

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (14 માર્ચ) વ્લાદિમીર પુતિનને રશિયા દ્વારા કુર્સ્ક ક્ષેત્રમાંથી પાછા ખેંચવામાં આવી રહેલા યુક્રેનના સૈનિકોને મુક્ત કરવા કહ્યું હતું. જેના પર પુતિનની પ્રતિક્રિયા સામે આવી છે. પુતિને કહ્યું કે, જો આ (યુક્રેનના સૈનિક) આત્મસમર્પણ કરે છે તો આ અપીલનું સન્માન કરીશ.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પુતિને કહ્યું કે, 'જો યુક્રેનના સૈનિક આત્મસમર્પણ કરે છે, તો અમે ગેરંટી આપીએ છીએ કે, અમે તેમનો જીવ બચાવી લઈશું. તેમને આંતરરાષ્ટ્રીય કાયદો અને રશિયાના કાયદા અનુસાર જીવન અને સભ્ય વ્યવહારની ગેરંટી આપવામાં આવશે.' વળી, રશિયાના સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ, પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે, 'જો યુક્રેનના સૈનિક હથિયાર હેઠા મૂકવાનો ઇન્કાર કરે છે, તો તે બધાને નિર્દયતાપૂર્વક ખતમ કરી દેવામાં આવશે.' નોંધનીય છે કે, ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, એક દિવસ પહેલાં પુતિન સાથે થયેલી લાંબી 'સકારાત્મક' ચર્ચા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાની ઘણી સંભાવના છે.  ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને કહ્યું કે, 'આવતીકાલે રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ખૂબ સારી અને ઉપયોગી ચર્ચા થઈ હતી. આ વાતચીત પરથી ઘણી સંભાવના છે કે, આ ભયાનક અને લોહીલોહાણ યુદ્ધ ખતમ થઈ જશે. મેં પુતિનને અનુરોધ કર્યો છે કે, સંપૂર્ણ રીતે ઘેરાયેલા યુક્રેનના સૈનિકોને બક્ષી દે.'સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમેરિકાના વિટકૉફે પણ ગુરુવારે રાત્રે મોસ્કોમાં પુતિન સાથે લાંબી બેઠક કરી હતી. જોકે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ટ્રમ્પે જણાવ્યું નથી કે, પુતિન સાથે સીધી વાત થઈ હતી કે નહીં. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે, પુતિને વિટફૉકના માધ્યમથી ટ્રમ્પને સંકેત આપ્યા હતા. વિટફૉક દ્વારા ટ્રમ્પને જાણકારી આપ્યા બાદ રશિયા અને અમેરિકા પોતાના નેતાઓ વચ્ચે ફોન કૉલની વ્યવસ્થા કરશે.