'તમે યુદ્ધ જ ઈચ્છતા હોવ તો એ જ સારું, અંત સુધી લડીશું...', ટેરિફ વોર અંગે ચીનની ટ્રમ્પને ધમકી
March 05, 2025
જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની કમાન સંભાળી છે ત્યારથી આવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જેની અસર સમગ્ર વિશ્વમાં પડી રહી છે. ટ્રમ્પની નીતિઓને કારણે હવે અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે. ટ્રમ્પ સરકારે કેનેડા અને મેક્સિકો તેમજ ચીન પર વધારાનું ટેરિફ લાદ્યું છે. અમેરિકાએ ચીનથી આયાત થતા ઉત્પાદનો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેના કારણે ચીન નારાજ થયું છે અને આ મામલે વળતો જવાબ આપ્યો છે. ચીન અમેરિકાથી આયાત થતા ઉત્પાદનો પર પણ 10 થી 15% ટેરિફ લાદવા જઈ રહ્યું છે. આ કારણે વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચે ટ્રેડ વોર શરૂ થઈ ગયું છે. આ સાથે ડ્રેગને ટ્રમ્પ સરકારને ખુલ્લેઆમ યુદ્ધની ધમકી પણ આપી છે. અમેરિકામાં ચીનના દૂતાવાસે એક નિવેદન જારી કરતા કહ્યું હતું કે, 'જો અમેરિકા યુદ્ધ ઈચ્છે છે (તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈ યુદ્ધ હોય) તો અમે અંત સુધી લડવા તૈયાર છીએ.' ચીનના આ પગલા બાદ સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે. તેમજ આ પગલાની અસર વિશ્વના અંત દેશો પર પણ પડી શકે છે. ચીને આ મામલે વધુમાં કહ્યું કે, 'અમે ધમકીઓથી ડરતા નથી.' શી જિનપિંગની સરકારે કહ્યું, 'દબાણ અને ધાકધમકી અમારા પર કામ કરતી નથી. ચીન સાથે વ્યવહાર કરવાનો સાચો રસ્તો ન તો દબાણ છે, ન જબરદસ્તી કે ન ધમકી છે. કોઈપણ જે ચીન પર મહત્તમ દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે ખોટા વ્યક્તિને નિશાન બનાવીને મોટી ભૂલ કરી રહ્યા છે. જો યુ.એસ. ખરેખર ફેન્ટાનીલ સમસ્યાનો ઉકેલ લાવવા માંગે છે, તો તેણે અમારી સાથે સમાન ધોરણે વાટાઘાટો કરવી જોઈએ.' અમેરિકી સંસદને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, 'જે પણ દેશ અમારા પર જેટલો ટેરિફ લાદશે, અમે તેમના પર તેટલું જ ટેરિફ લગાવીશું. અન્ય દેશો દાયકાઓથી અમેરિકા પર ભારે ટેરિફ લાદી રહ્યા છે. યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત અને અન્ય દેશો અમેરિકા પર ખૂબ ઊંચા ટેરિફ લાદી રહ્યા છે, જે ખોટું છે. ભારત અમેરિકા પર 100% ટેરિફ લાદે છે. આવી સ્થિતિમાં અમેરિકાની હાલની સિસ્ટમ બદલવી પડશે.' આ બાબતે ટ્રમ્પે વધુમાં કહ્યું કે, '2 એપ્રિલથી જે પણ દેશ અમેરિકન આયાત પર ટેરિફ લાદશે, અમે તેના પર પણ તે જ ટેરિફ લગાવીશું. અન્ય દેશોએ દાયકાઓથી અમારી વિરુદ્ધ ટેરિફનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે તે દેશો સામે આ ટેરિફનો ઉપયોગ કરવાનો વારો અમેરિકાનો છે.' અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'જો તમે ટ્રમ્પ પ્રશાસન હેઠળ તમારો માલ અમેરિકામાં બનાવતા નથી, તો તમારે ટેરિફ અને કેટલાક કિસ્સાઓમાં તો ભારે ટેરિફ ચૂકવવા પડશે. અમારા ઉત્પાદનો પર ચીનની સરેરાશ ટેરિફ અમે લાદીએ છીએ તેના કરતા બમણી છે અને દક્ષિણ કોરિયાની સરેરાશ ટેરિફ ચાર ગણી વધારે છે. ચાર ગણા ઊંચા ટેરિફ... તેના વિશે વિચારો. અને અમે સૈન્ય અને અન્ય ઘણી રીતે દક્ષિણ કોરિયાને ઘણી મદદ કરીએ છીએ.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
05 May, 2026