દતિયામાં દિગ્ગજ નેતા નરોત્તમ મિશ્રાને સાઇડલાઇન કરતા ભાજપને ફટકો પડ્યો, કોંગ્રેસે 6016 મતથી બેઠક જીતી
August 04, 2026
ભોપાલમાં મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં સત્તાધારી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહે 66757 મત મેળવીને ભાજપના આશુતોષ તિવારીને હરાવ્યા છે. આશુતોષ તિવારીને 60741 મત મળ્યા હતા. કોંગ્રેસે 6016 મતની સરસાઈથી આ બેઠક જીતી લીધી છે. આ બેઠક માટે 30 જુલાઈએ મતદાન થયું હતું. આ સાથે ગુજરાતની માંજલપુર સહિત દેશની ત્રણ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થયા છે.
ભાજપને ફટકો પડવાનું મૂળ કારણ દિગ્ગજ નેતાને સાઇડલાઇન કરવાનું હોવાનું માનવામાં આવે છે. આ બેઠક પરથી ભાજપના પૂર્વ ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા પ્રબળ દાવેદાર હતા, પરંતુ છેલ્લી ઘડીએ પાર્ટીએ તેમની ટિકિટ કાપીને આશુતોષ તિવારીને આપી દીધી હતી. ટિકિટ કપાતા નરોત્તમ મિશ્રાના સમર્થકોમાં ભારે રોષ હતો, જેની સીધી અસર પરિણામ પર જોવા મળી છે. આ પેટાચૂંટણીમાં 21 ઉમેદવારો હતા, પણ સીધી ટક્કર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હતી.
આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાનું કારણ પણ રસપ્રદ છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં દતિયામાં કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ ભાજપના કદાવર નેતા નરોત્તમ મિશ્રાને હરાવ્યા હતા. જોકે એક જૂના કેસમાં રાજેન્દ્ર ભારતીને સજા થતા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું. આ કારણે બેઠક ખાલી પડી હતી અને પેટાચૂંટણી યોજવી પડી હતી. પેટાચૂંટણીમાં પણ ભાજપ બેઠક જીતી શક્યું નથી અને કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026