દિલ્હીમાં પોતાને ભાજપ-RSSના નેતા ગણાવતા દબંગોએ પિતા-પુત્રને જાહેરમાં નગ્ન કરી માર્યા
January 05, 2026
આ મામલે પીડિત દ્વારા કરવામાં આવેલી PCR કોલનો ઓડિયો પણ સામે આવ્યો છે, જેમાં પીડિત દીકરો પોલીસ પાસે મદદની ભીખ માંગતો સંભળાય છે. તે કહી રહ્યો છે કે, "સર, જલ્દી આવો, આ લોકો મારા પપ્પાને મારી નાખશે..." તે એ પણ જણાવી રહ્યો છે કે તે એક કલાકથી પોલીસને ફોન કરી રહ્યો છે, પરંતુ કોઈ મદદ પહોંચી નથી. આ ઓડિયો પોલીસના રિસ્પોન્સ ટાઈમ અને સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઉભા કરે છે. થોડા સમય પછી બાઇક પર પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, પરંતુ આરોપીઓ પર તેની કોઈ અસર જોવા મળી નહીં. CCTVમાં જોઈ શકાય છે કે પોલીસના આવ્યા પછી પણ આરોપીઓ છાતી કાઢીને ત્યાં જ ઉભા રહ્યા. આ દ્રશ્ય દિલ્હી પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરે છે. વીડિયોમાં એક પોલીસકર્મી પીડિતને તેના કપડાં ઉઠાવીને આપતો પણ દેખાઈ રહ્યો છે. આ મામલે વિકાસ યાદવ, શુભમ યાદવ, ઓમકાર યાદવ અને પિન્ટુ યાદવ સહિત અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી સતીશ યાદવની ધરપકડ કરી લીધી છે. જોકે, CCTV ફૂટેજમાં મારપીટ કરતા દેખાતા અન્ય ઘણા લોકો હજુ ફરાર છે, જેમની ધરપકડ માટે ત્રણ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે આ મામલે BNSSની કલમ 115(2), 126(2), 329(4), 333, 74, 351(3), 79 અને 3(5) હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં ડરનો માહોલ છે અને પીડિત પરિવાર અત્યંત ભયમાં છે.
Related Articles
મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં...', ખડગેનું વિવાદાસ્પદ નિવેદન
મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી...
Apr 05, 2026
અશોક ખરાતની કૉલ ડિટેલ લીક થતા મહારાષ્ટ્રમાં હડકંપ, ફડણવીસ દ્વારા તપાસના આદેશ
અશોક ખરાતની કૉલ ડિટેલ લીક થતા મહારાષ્ટ્ર...
Apr 05, 2026
'ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!',મોદીની TMCને ચેતવણી
'ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!',મોદીની TM...
Apr 05, 2026
ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા
ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા ત્રણના મ...
Apr 05, 2026
ચૂંટણી વચ્ચે ભાજપે શરૂ કર્યો 'અનામત'નો ખેલ, SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ લાભ
ચૂંટણી વચ્ચે ભાજપે શરૂ કર્યો 'અનામત'નો ખ...
Apr 05, 2026
ભાજપના 'સિંઘમ' સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં
ભાજપના 'સિંઘમ' સાઈડલાઈન: તમિલનાડુમાં અન્...
Apr 03, 2026
Trending NEWS
04 April, 2026
04 April, 2026
03 April, 2026
03 April, 2026
03 April, 2026
03 April, 2026
03 April, 2026
02 April, 2026
02 April, 2026
02 April, 2026