જર્મનીમાં કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, મ્યુનિક પોલીસે કરી ડ્રાઈવરની ધરપકડ
February 14, 2025
જર્મનીના મ્યુનિક શહેરમાં એક શખસે 20થી વધુ લોકોને કાર નીચે કચડી નાખ્યા છે, જેમાં બાળકો પણ સામેલ હોવાના અહેવાલ છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી અને અમેરિકન ઉપ પ્રમુખ જે.ડી. વેન્સની બેઠક પહેલા બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટના મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સથી માંડ દોઢેક કિલોમીટર દૂર જ બની છે, જેના કારણે મ્યુનિકમાં અનેક ઉચ્ચ અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય પત્રકારો પહોંચી ચૂક્યા છે. પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું છે કે, અમે કાર ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે, જેની પૂછપરછ ચાલી રહી છે. આ હુમલાનો આરોપી એક સાઉદી ડૉક્ટર છે.
જણાવી દઈએ કે, શુક્રવારે (14 ફેબ્રુઆરી) મ્યુનિકમાં અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે એક બેઠક થવાની છે. આ પહેલાં ટ્રેડ યુનિયન તરફથી આયોજિત દેખાવ દરમિયાન મ્યુનિક સેન્ટ્રલ રેલવે સ્ટેશન પાસે દચાઉર સ્ટ્રાસે અને સીડલસ્ટ્રાસેના વિસ્તારમાં એક કારે ભીડને ટક્કર મારી દીધી, જેનાથી આ મોટો અકસ્માત થયો છે.
અકસ્માત મુદ્દે યુનિયને કહ્યું કે, અમને આ ઘટના વિશે કોઈ જાણકારી નથી. ઘટના બાદ સુરક્ષા દળોએ તુરંત વિસ્તારનો ઘેરાવ કર્યો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે. હજુ સુધી સ્પષ્ટ નથી કે, આ હુમલો હતો કે દુર્ઘટના. જણાવવામાં આવી રહ્યું છે કે, ઈજાગ્રસ્ત લોકોમાંથી અનેકની સ્થિતિ ગંભીર છે. મ્યુનિક ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ગેરહાર્ડ પેશ્કેના જણાવ્યા અનુસાર, આરોપી જ્યારે ભીડમાં લોકોને કચડી રહ્યો હતો ત્યારે અનેક લોકો જીવ બચાવવા માટે આસપાસની ઈમારતમાં જતા રહ્યા હતાં.
નોંધનીય છે કે, ગત વર્ષે 20 ડિસેમ્બરે પણ જર્મનીના જ મેગડેબર્ગ શહેરના ક્રિસમસ માર્કેટમાં એક શખસે લોકો પર કાર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં 5 લોકોની મોત નિપજ્યા હતાં અને 200 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. હુમલાનો આરોપી 50 વર્ષનો એક સાઉદી અરબનો ડૉક્ટર હતો, જે 2006થી જર્મનીના પૂર્વી રાજ્ય સેક્સોની-અહાલ્ટમાં રહેતો હતો. જોકે, આરોપીની તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લેવાઈ હતી.
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026