ઇયુ અમેરિકાના ખાદ્ય પદાર્થોની આયાત પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં
February 17, 2025
યુરોપિયન યુનિયન (ઇયુ) પોતાના ખેડૂતોને સુરક્ષિત કરવા માટે અનેક આયાતિત ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. આ નિર્ણય અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરમાં જ લગાવવામાં આવેલ વેપાર ડયુટી જેવો જ છે. એટલે કે ઇયુ ટ્રમ્પ સ્ટાઇલથી પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોેર્ટ અનુસાર ઇયુ આ ખાદ્ય પદાર્થો પર આગામી સપ્તાહમાં આયાત ડયુટી વધારવાની જાહેરાત કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર લગાવવામાં આવેલા તાજેતરના નિર્ણયોથી વેપાર જગતમાં તંગદિલી છે. આ સ્થિતિમાં ઇયુના આ નિર્ણયથી તંગદિલી વધી શકે છે. રિપોર્ટ અનુસાર ઇયુ સૌથી પહેલા સોયાબીન જેવી અમેરિકન પાકોને નિશાન બનાવી શકે છે. આ પાક એવા જંતુનાશકથી ઉગાડવામાં આવે છે જેનો ઉપયોગ ઇયુના ખેડૂત કરી શકતા નથી. ઇયુના ઓલિવર વરહેલીએ જણાવ્યું છે કે અમને ખેડૂતો પાસેથી સ્પષ્ટ સંકેત મળે છે કે ઇયુમાં જે પ્રતિબંધિત છે તેના પર પ્રતિબંધ મૂકાવો જોઇએ. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં જ વેપાર ડયુટી લગાવી છે. તેમણે એ દેશોની પણ ટીકા કરી છે જે અમેરિકન ઉત્પાદનોને રોકે છે. તેમણે ઇયુનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેણે અમેરિકાના ૫૦માંથી ૪૮ રાજ્યોની શંખ માછલી પર પ્રતિબંધ મૂક્યો છે. ઇયુ પોતાના ખેડૂતોની સુરક્ષા માટે આગામી સપ્તાહમાં આયાત ડયુટી વધારવા અંગે સંમત થઇ શકે છે. આ નિર્ણયથી વેપાર જગતમાં તંગદિલી વધી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ બન્યા પછી એક ટ્રેડ વોરને જન્મ આપ્યો છે. ટ્રમ્પે તાજેતરમાં કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફની જાહેરાત કરી છે. ત્યારબાદ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને ભારતને પણ આ જ પ્રકારની ધમકી આપી છે.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026