Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

'ભારત ટેરિફ ઘટાડવા સહમત થયું...' અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, રશિયાને પણ ઝટકો

March 08, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ભારત સામે આક્ષેપો કરે છે કે તે સૌથી વધુ ટેરિફ અને ટેક્સ વસૂલે છે. જેના બાદથી તે ભારત પર ટેરિફ અને ટેક્સ લાદવાની વાતો કરી રહ્યા હતા. ટ્રમ્પે અમુક દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે આગામી 2 એપ્રિલથી ભારત સામે પણ રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડી જશે. જોકે હવે આજે ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકાથી વસૂલવામાં આવતા ટેરિફમાં ઘટાડો કરવા રાજી થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કરતાં કહ્યું કે કોઈ તો છે જે ભારતની પોલ ખોલી રહ્યું છે. વ્હાઇટ હાઉસથી નેશનલ લેવલ પર સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે ભારત અમારી પાસેથી ભારે ટેરિફ-ટેક્સ વસૂલી રહ્યું હતું. જોકે અમે ભારતમાં કોઈ વસ્તુ વેચી નહોતા શકતા. જોકે હવે ભારતે નમતું વલણ અપનાવ્યું છે. તે ટેરિફમાં ઘટાડો કરવા રાજી છે.  આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને પણ ઝટકો આપતાં કહી દીધું છે કે યુક્રેન સાથે જ્યાં સુધી રશિયા યુદ્ધવિરામ નહીં કરે ત્યાં સુધી અમે તેની સામે પણ ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છીએ. રશિયા હજુ પણ યુક્રેન પર બોમ્બમારો કરી રહ્યો છે. બંને પક્ષો સમજૂતિ કરવા તૈયાર છે. અમે મુદ્દાને ઉકેલી લઈશું.