Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

યુએઈમાં ભારતીય યુવક જીત્યો 59 કરોડ રૂપિયા, દસ વર્ષથી બિગ ટિકિટ રેફલ ખરીદતો હતો

February 10, 2025

સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ ભારતીયની કિસ્મત એકાએક ચમકી ગઈ છે. યુએઈની જાણીતી બિગ ટિકિટ રેફલ તરીકે ઓળખાતી લોટરીમાં તેને 59 કરોડ રૂપિયા જીતી લીધા છે. આશિક પતિન્હારથ નામના મૂળ મલિયાલી વ્યક્તિને 2.5 કરોડ દિરહામનું ઈનામ મળ્યું છે. અહેવાલો અનુસાર, આશિક છેલ્લાં 19 વર્ષથી યુએઈમાં રહે છે અને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. તે છેલ્લાં એક દાયકાથી આ લોટરીની ટિકિટ ખરીદ્યા કરતો હતો. તાજેતરમાં તેનું નસીબ ખરેખર જોર કરી ગયું અને તે રાતોરાત કરોડપતિ થઈ ગયો. આ અંગે આશિકે જણાવ્યું હતુ કે, 'મારા માટે આ જીત ખરેખર આશ્ચર્ય હતું. હું ક્યારેય લાઈવ ડ્રો જોતો નહોતો. મને એક ફોન આવ્યો અને તેમાં વિજય થયો હોવાના સમચારા આપવામાં આવ્યા. તે પહેલાં ભારત રહેતા પોતાના પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરશે અને ત્યારબાદ અન્ય રકમનો પોતાના માટે ઉપયોગ કરશે.'  ઉલ્લેખનીય છે કે, આ લોટરીના જે પ્રાઈઝ જાહેર થયા તેમાં યુએઈના એક મૂળ નાગરિકને પણ લક્ઝુરિયસ કાર મળી છે. તે BMW M440i કાર જીત્યો છે. તેના મતે આ કારનું શું કરશે તે હાલમાં નક્કી નથી. તે કાર લઈ લેશે અથવા તો તેને વેચીને પૈસા અંકે કરી લેશે. આ સિવાય વધુ એક ભારતીય વેપારીને પણ લોટરીમાં ઈનામ મળ્યું છે.  મૂળ ચેન્નઈના બિઝનેસમેન શનાવાસ કન્નોથને લોટરીમાં 2.5 લાખ દિરહામ એટલે કે અંદાજે 60 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. તેમણે કહ્યું કે, 'હું 2017થી આ લોટરી ટિકિટ ખરીદતો આવ્યો છું. તાજેતરમાં જ મને એક ફોન આવ્યો અને આ વિજય વિશે માહિતી આપવામાં આવી. હું તો અહીંય બિઝનેસ કરું છું પણ હવે આ રકમ મળવાથી મારો ઉત્સાહ બેવડાઈ ગયો છે. આ રકમ હું અહીંયા જ ક્યાંક ઈન્વેસ્ટ કરીને તેના દ્વારા મારા બિઝનેસને એક્સપાન્ડ કરવાનો પ્રયાસ કરીશ.'