અમેરિકામાં ભારતીયોનો ટાર્ગેટ ડોલર! સૌથી વધુ આવક ધરાવવામાં પહેલા નંબરે
November 24, 2024
ન્યુ યોર્ક : યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા સમૃદ્ધ દેશોથી લઈને આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડના ગરીબ દેશોમાં પણ ભારતીયો જઈ વસ્યા છે. અને જ્યાં પણ ગયા છે ત્યાં આર્થિક રીતે સદ્ધર થયા છે. બીજા દેશો તો છોડો, આર્થિક મહાસત્તા એવા અમેરિકામાં પણ ડોલર રળવામાં સૌથી આગળ ભારતીયો જ છે.
'ધ રેબિટ હોલ' નામની સોશિયલ મીડિયા કમ્યુનિટી દ્વારા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરના એકાઉન્ટમાં 'મેડિયન યુએસ હાઉસહોલ્ડ ઈન્કમ બાય સિલેક્ટેડ એથનિક ગ્રૂપ્સ' શીર્ષક હેઠળ લગભગ દર વર્ષે એક પોસ્ટ મૂકવામાં આવે છે, જેમાં કયું વંશીય જૂથ અમેરિકામાં સૌથી વધુ આવક ધરાવે છે એની વિગતો હોય છે. છેલ્લા થોડા વર્ષોનો આધાર લઈએ તો અમેરિકન-ભારતીયો આ લિસ્ટમાં ટૉપ પોઝિશન પર અડ્ડો જમાવીને બેઠા છે. વર્ષ 2018થી 2022 સુધીના પાંચ વર્ષના આંકડા જોઈએ તો ભારતીયોની સરેરાશ ઘરગથ્થુ આવક 119,000 ડોલરથી લઈને 126,000 ડોલર રહી છે, જે અન્ય કોઈપણ દેશના નાગરિકો કરતાં વધારે છે. મૂળ અમેરિકાની ધોળી પ્રજા કરતાંય વધારે!
ભારત પછી બીજે નંબરે તાઈવાન અને એ પછી ફિલિપિન્સના લોકોનો નંબર આવે છે. તાઈવાનના લોકોની આવક 95,000 થી લઈને 102,000 ડોલર છે, તો ફિલિપિન્સના લોકોની આવક 75,000 થી લઈને 100,000 ડોલર સુધીની નોંધાઈ છે. એ પછીના ક્રમે ચીન, જાપાન, ઈન્ડોનેશિયા, મલેશિયા અને પાકિસ્તાન જેવા દેશોના લોકો આવે છે.
અમેરિકાની શ્વેત પ્રજાની આવક એશિયનો કરતાં ક્યાંય ઓછી છે. અમેરિકનોની સરેરાશ ઘરગથ્થુ આવક 65,000 થી 69,000 ડોલર જેટલી નોંધાઈ છે. લેટિનો-અમેરિકન એટલે કે દક્ષિણ અમેરિકન દેશોમાંથી આવેલા લોકોની સરેરાશ ઘરગથ્થુ આવક 43000 ડોલર છે. લિસ્ટમાં સૌથી તળિયે છે આફ્રિકન-અમેરિકન, જેમની સરેરાશ ઘરગથ્થુ આવક છે 35000 ડોલર! ભારતીયો કમાય છે એના ત્રીજા ભાગ કરતાંય ઓછી.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026