BRICSમાં ભારતના મિત્ર રાષ્ટ્રની એન્ટ્રી, ચીન-પાકિસ્તાનને લાગશે મરચાં
January 07, 2025
બ્રાઝિલ હાલમાં વિકાસશીલ દેશોના સમૂહ બ્રિક્સના અધ્યક્ષ છે. સોમવારે, બ્રાઝિલે જાહેરાત કરી કે એક નવો દેશ ઈન્ડોનેશિયા સંપૂર્ણ સભ્ય તરીકે બ્રિક્સમાં જોડાયો છે. ઈન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, તેમજ પાકિસ્તાન પણ એક ઇસ્લામિક દેશ છે જે બ્રિક્સનું સભ્યપદ ઇચ્છે છે. આથી ઈન્ડોનેશિયાની બ્રિકસમાં એન્ટ્રી પાકિસ્તાન માટે મોટો ફટકો છે. વર્ષ 2023માં પાકિસ્તાને બ્રિક્સના સભ્યપદ માટે અરજી કરી હતી. પાકિસ્તાનને આશા હતી કે બ્રિક્સ સભ્યો તેના સભ્યપદને મંજૂરી આપશે. પરંતુ એવું થયું નહિ. બ્રાઝિલના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે સમૂહના નેતાઓએ ઓગસ્ટ 2023માં ઈન્ડોનેશિયાના સભ્યપદને મંજૂરી આપી હતી. જો કે, ઈન્ડોનેશિયાએ ત્યાં નવી સરકાર રચાયા પછી જ ઔપચારિક રીતે સમૂહમાં જોડાવાનું નક્કી કર્યું છે. વર્ષ 2009માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીને મળીને આ સમૂહની સ્થાપના કરી હતી. દક્ષિણ આફ્રિકા વર્ષ 2010માં તેમાં જોડાયું હતું. ગત વર્ષે ઈજિપ્ત, ઈરાન, ઈથોપિયા અને યુએઈને આ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયાને પણ તેમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તે હજુ સુધી તેમાં જોડાયું નથી. તુર્કીએ, અઝરબૈજાન અને મલેશિયાએ ઔપચારિક રીતે સભ્યપદ માટે અરજી કરી છે. તેમજ કેટલાક અન્ય દેશો પણ બ્રિક્સ સભ્યપદ ઈચ્છે છે. બ્રિક્સનું સભ્યપદ સર્વસંમતિથી પ્રાપ્ત થાય છે. તેનો અર્થ એ છે કે, જો તમામ સભ્યો ન ઇચ્છતા હોય, તો કોઈપણ દેશ બ્રિક્સમાં જોડાઈ શકે નહીં. ભારતે દેખીતી રીતે ઈન્ડોનેશિયાના સભ્યપદને સમર્થન આપ્યું હતું. જયારે પાકિસ્તાની મીડિયા દર વખતે કહે છે કે ભારત તેની સદસ્યતાને રોકી રહ્યું છે. અમેરિકા બ્રિક્સને પશ્ચિમ વિરોધી જૂથ તરીકે જુએ છે. કારણ કે તાજેતરના વર્ષોમાં રશિયા અને ચીન ડોલરનો વિકલ્પ શોધી રહ્યા છે. તે બ્રિક્સ માટે ચલણ બનાવવા માંગે છે. પરંતુ ભારત આ માટે સંપૂર્ણપણે તૈયાર નથી.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026