ઈરાન યુદ્ધથી બ્રિટનમાં ઊર્જાના ભાવ વધતાં જુલાઈમાં ફુગાવો 2.9% પર પહોંચ્યો, વ્યાજદર વધારવા અંગે બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મૂંઝવણ
August 19, 2026
ઈરાન યુદ્ધને પગલે ઊર્જાના ભાવમાં થયેલા વધારાની અસર હવે બ્રિટનના જીવનજરૂરિયાતના ખર્ચ પર જોવા મળી રહી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ, જુલાઈમાં બ્રિટનનો ફુગાવો વધીને 2.9% થયો હતો, જ્યારે જૂનમાં તે 2.6% હતો. આ દરમિયાન બ્રિટિશ ગ્રાહકોએ જુલાઈમાં 4 વર્ષમાં ઉનાળાના ઊર્જા ચાર્જમાં સૌથી મોટો વધારો અનુભવ્યો હતો.
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધથી વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ સર્જાઈ હતી, જેના કારણે બ્રિટનમાં ઊર્જાના ભાવ પર અસર પડી હતી. બીજી તરફ, સિટી અર્થશાસ્ત્રીઓએ પણ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવો જુલાઈમાં 2.9% રહેવાની આગાહી કરી હતી. આમ, સત્તાવાર આંકડો અર્થશાસ્ત્રીઓના અનુમાન પ્રમાણે જ રહ્યો છે.
મોંઘવારીમાં થયેલા આ વધારા વચ્ચે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ માટે પણ આગામી નિર્ણય પડકારરૂપ બન્યો છે. મધ્ય પૂર્વની અનિશ્ચિત સ્થિતિને ધ્યાનમાં રાખીને બેન્ક આવતા મહિનાથી વ્યાજદરમાં વધારો કરવો કે નહીં તે અંગે વિચારણા કરી રહી છે. જોકે, રોજગાર બજારમાં મંદીના સંકેતો, નોકરીની ખાલી જગ્યાઓમાં ઘટાડો અને ખાનગી ક્ષેત્રમાં પગાર વૃદ્ધિ ધીમી પડવાથી વ્યાજદર વધારવાનો નિર્ણય મુશ્કેલ બની શકે છે.
આ પહેલાં 2026ના પ્રથમ 6 મહિનામાં બ્રિટનની અર્થવ્યવસ્થાએ G7 દેશોમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી હતી. ગયા વર્ષે ફુગાવો 3.8%ની ટોચે પહોંચ્યા બાદ તેમાં ઘટાડાના સંકેતો જોવા મળ્યા હતા અને ઈરાન યુદ્ધ ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયું તે પહેલાં ફુગાવો લગભગ 2% સુધી ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ઊર્જાના ભાવમાં તાજેતરના વધારાને કારણે હવે બ્રિટનમાં ફુગાવાનો દબાણ ફરી વધ્યો છે.
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026