ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત
February 09, 2026
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ગંગા એક્સપ્રેસ-વે પર રવિવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના બની છે. એક બેકાબૂ કારે ભંડારામાંથી પરત ફરી રહેલી 7 યુવતીઓને કચડી નાખી હતી, જેમાં એક કિશોરી સહિત 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. રાયબરેલી જિલ્લામાં ગંગા એક્સપ્રેસ-વે પર સુલતાનપુર જનૌલી પાસે રવિવારે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જગતપુરના કોડર ગામની સાત યુવતીઓ અને મહિલાઓ ચૂલી ગામમાં આયોજિત ભંડારામાં પ્રસાદ લઈને પગપાળા ઘરે પરત ફરી રહી હતી ત્યારે પાછળથી આવતી એક પૂરઝડપે કારે તેમને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બે યુવતીઓ - હિમાંશી (23) અને શાલીની (22) ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે આસમા (22) અને રશ્મિ (14) એ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે અકસ્માતની સૂચના આપ્યાના અડધા કલાક પછી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ પહોંચ્યા પછી પણ અડધા કલાક સુધી એમ્બ્યુલન્સનો દરવાજો જ ખુલ્યો ન હતો. આ ગંભીર બેદરકારીને કારણે ઘાયલોની સારવારમાં વિલંબ થયો હતો. બીજી તરફ, રેલ્વે ક્રોસિંગ બંધ હોવાને કારણે હાઈવે પર 2 કિમી સુધીનો જામ લાગ્યો હતો, જેના લીધે અન્ય કોઈ વાહન પણ તાત્કાલિક પહોંચી શક્યું ન હતું.
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે કારને કબજે કરી લીધી છે, જોકે ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઈજાગ્રસ્ત અન્ય ત્રણ યુવતીઓની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેઓ જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026