Breaking News :
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી

'પ્રમુખ પદ છોડી દઇશ, ડીલ પણ કરીશ બસ અમેરિકા આટલું કરે...', ઝેલેન્સ્કીની ટ્રમ્પ પાસે આ માગ

March 03, 2025

યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ અમેરિકા પછી યુરોપની મુલાકાત લીધી હતી. યુરોપમાં થયેલી બેઠક બાદ તેમનું અમેરિકા પ્રત્યેનું વલણ નરમ પડતું જણાય છે. તેમણે રવિવારે કહ્યું કે હું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધો સુધારવા તૈયાર છું, પરંતુ વાતચીત બંધ દરવાજા પાછળ થવી જોઈએ. જો અમને સુરક્ષાની ગેરંટી મળે અને યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો હું યુક્રેન પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું.' વોલોદીમિર ઝેલેન્સકીએ પણ સ્પષ્ટ કર્યું કે રશિયા સાથેના શાંતિ કરારમાં યુક્રેન પોતાનો પ્રદેશ છોડશે નહીં. આ ઉપરાંત તે અમેરિકા સાથે ખનિજ સોદો કરવા માટે પણ તૈયાર છે. તેમણે રવિવારે બ્રિટિશ મીડિયાને આ માહિતી આપી અને સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ તેનો પુનરોચ્ચાર કર્યો. સોશિયલ  મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'અમે ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર છીએ અને આ સુરક્ષા ગેરંટી તરફનું પહેલું પગલું હશે. જોકે આ પૂરતું નથી અને અમને ઘણું બધું જોઈએ છે. સુરક્ષા ગેરંટી વિના યુદ્ધવિરામ યુક્રેન માટે ખતરનાક છે. અમે ત્રણ વર્ષથી લડી રહ્યા છીએ અને યુક્રેનિયન લોકોને જાણવાની જરૂર છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અમારી પડખે છે.' ઉલ્લેખનીય છે કે, યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકી ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને ટ્રમ્પે ઝેલેન્સકીને ઠપકો આપ્યો હતો.