મેક્સિકો : ટ્રક-બસ વચ્ચે ટક્કર બાદ 41 જીવતા ભૂંજાયા
February 09, 2025
મેક્સિકો : દક્ષિણ મેક્સિકોમાં 48 મુસાફરોને લઈને જઈ રહેલી બસની એક ટ્રક સાથે ટક્કર થઈ ગઈ હતી. બસ કેનકનથી ટાબાસ્કો આવી રહી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 38 મુસાફરો અને બે ડ્રાઈવરોના મોત થઈ ગયા છે. આ સાથે જ ટ્રકના ડ્રાઈવરનું પણ મોત થઈ ગયું છે. આ ભયાનક માર્ગ અકસ્માત બાદ બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને આગમાં 41 લોકો જીવતા ભૂંજાયા છે.
આ અકસ્માત શનિવારે સવારે એસ્કાર્સેગા શહેર નજીક સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘાયલ મુસાફરોના જીવ ખતરામાંથી બહાર છે. આગ ઓલવાઈ ગયા બાદ માત્ર બસના ફ્રેમના અવશેષો જ બચ્યા હતા.ટાબાસ્કોના અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 38 મૃતદેહો મળી આવ્યા છે. અકસ્માતગ્રસ્ત બસમાંથી પુરાવા મેળવવાનું કામ ચાલી રહ્યું છે. બસ ઓપરેટર ટુર્સ એકોસ્ટાએ ફેસબુક પર એક નિવેદનમાં અકસ્માતની પુષ્ટિ કરી અને કહ્યું કે 'જે બન્યું તેના માટે અમે ખૂબ જ દુ:ખી છીએ.' આ સાથે જ ટુર્સ એકોસ્ટાએ એમ પણ કહ્યું કે, 'અમે અધિકારીઓ સાથે મળીને એ જાણવા માટે કામ કરી રહ્યા છીએ કે, અકસ્માત પાછળના કારણો શું હતા અને અકસ્માત થયો ત્યારે બસની ગતિ કેટલી હતી? અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'
Related Articles
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026