અમેરિકામાં કર્મચારીઓની છટણી અને ડીપોર્ટ કરવા કરોડોનો ધુમાડો
February 17, 2025
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં લોકોને ડીપોર્ટ કરવા માટે મિલિટરી પ્લેનનો ઉપયોગ કરી રહ્યા છે તેના કારણે અમેરિકામાં જ વિવાદ થઈ ગયો છે. એક તરફ ટ્રમ્પ સરકારનો ખર્ચ બચાવવા માટે કર્મચારીઓને છૂટા કરી રહ્યા છે ત્યારે બીજી તરફ મિલિટરી પ્લેન વાપરીને સરકારનાં નાણાંનો બેફામ ધુમાડો કરી રહ્યા છે. ટ્રમ્પ મિલિટરી પ્લેન વાપરીને પ્રતિ પેસેન્જર ૫ હજાર ડોલર (લગભગ રૂપિયા ૪.૪૦ લાખ)ની આસપાસ ખર્ચ કરી રહ્યા છે જ્યારે સામાન્ય કોમર્શિયલ ફ્લાઈટમાં ખર્ચ ૫૦૦ ડોલરથી ૧૦૦૦ હજાર ડોલરની આસપાસ જ થાય છે. ભારત સહિતના અમેરિકાથી દૂર આવેલા કેટલાક દેશોમાં લોકોને મોકલવાનો ખર્ચ તો સામાન્ય ફ્લાઈટ કરતાં સાત-આઠ ગણો થઈ રહ્યો છે. અમેરિકાથી ભારતની મિલિટરી પ્લેનની સફર પાછળ ૧૦ લાખ ડોલરનો ખર્ચ થયો છે. અમૃતસરમાં શનિવારે રાત્રે ઉતરેલા યુએસ મિલિટરીના પ્લેનમાં ૧૦૪ ભારતીયો હતો એ જોતાં પ્રતિ ભારતીય ૯૬૧૫ ડોલર (લગભગ રૂપિયા ૮.૪૬ લાખ) ખર્ચાયા છે. અમેરિકાનું એક તરફનું ભાડું ૮૦ હજારથી એક લાખ રૂપિયાની વચ્ચે છે એ જોતાં લગભગ ૧૦ ગણો ખર્ચ કરાયો છે. ટ્રમ્પે એક તરફ સરકારી વિભાગોનો ખર્ચ ઘટાડવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ર્ઘંય્ઈ) બનાવ્યો છે ત્યારે બીજી તરફ ડીપોર્ટેશનની પોતાની સનક પૂરી કરવા મનફાવે તેમ ડોલર ઉડાવી રહ્યા છે. અમેરિકા ગેરકાયદેસર રહેતાં લોકોને સામાન્ય કોમર્શિયલ ફ્લાઈટમાં પોતપોતાના દેશમાં મોકલે તેના કરતાં મિલિટરી પ્લેનમાં મોકલવાનો ખર્ચ પાંચ ગણો થાય છે પણ ટ્રમ્પ દુનિયામાં પોતાનો વટ બતાવવા માટે મિલિટરી પ્લેનનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકાએ ગ્વાટેમાલાના ગેરકાયદેસર રીતે રહેતાં લોકોને તેમના દેશમાં મોકલવા માટે મિલિટરી પ્લેન વાપર્યું તેમાં પ્રતિ વ્યક્તિ ૪,૬૭૫ ડોલર (લગભગ ૪.૧૧ લાખ રૂપિયા) ખર્ચ થાય છે. હવે એ જ રૂટ પર અમેરિકન એરલાઇન્સમાં કોઈને મોકલાય તો વન-વે ફર્સ્ટ ક્લાસ ટિકિટના ૮૫૩ ડોલર (લગભગ રૂપિયા ૭૫ હજાર ) થાય. આમ સામાન્ય ફ્લાઈટના ખર્ચ કરતાં પાંચ ગણા કરતાં વધુ ખર્ચ અમેરિકા સરકાર કરી રહી છે.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026