અમેરિકા ભારતીયો પર મહેરબાન, દરરોજ હજારો લોકોને નોન ઈમિગ્રેશન વિઝા
December 27, 2024
50 લાખથી વધુ ભારતીયો પાસે નોન-ઈમિગ્રેશન વિઝા
દિલ્હી : અમેરિકાએ સતત બીજા વર્ષે ભારતીયોને દસ લાખથી વધુ નોન ઈમિગ્રેશન વિઝા આપ્યા છે. જેમાં રેકોર્ડ સંખ્યામાં વિઝિટર વિઝા સામેલ છે. દેશમાં અમેરિકી મિશનના એક રિલિઝ અનુસાર, ભારત, 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોકલનાર ટોચનો દેશ બન્યો છે. શૈક્ષણિક વર્ષ 2008-09 બાદ પ્રથમ વખત સૌથી વધુ 3.31 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જેમાં ભારતીયોનું યોગદાન સૌથી વધુ છે. ઈન્ટરનેશનલ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સમાં ભારતીયોની સંખ્યા 19 ટકા વધી 20 લાખ થઈ છે.
આ રિપોર્ટ ભારતીયોની પ્રવાસન, વ્યવસાય અને શિક્ષણ માટે અમેરિકાની મુલાકાત લેવાની મજબૂત માંગને રેખાંકિત કરે છે, છેલ્લા ચાર વર્ષમાં ભારતમાંથી આવતા લોકોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે, અને 2024 પહેલાં 20 લાખથી વધુ ભારતીયોએ પ્રવાસ કર્યો હતો. છેલ્લા અગિયાર મહિનામાં 2023ના સમાન સમયગાળાની તુલનામાં 26 ટકાનો વધારો થયો છે.
ભારતમાં યુએસ એમ્બેસી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, 50 લાખથી વધુ ભારતીયો પાસે પહેલાથી જ યુએસ જવા માટે નોન-ઇમિગ્રેશન વિઝા છે અને મિશન દરરોજ હજારો વધુ વિઝા જારી કરી રહ્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ આ વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સમાં H-1B વિઝા રિન્યૂઅલ માટે પાઇલટ પ્રોગ્રામ સફળતાપૂર્વક અમલમાં મૂક્યો હતો, જેનાથી ઘણા ભારતીય પ્રોફેશનલ્સને ફાયદો થયો હતો. જેઓ દેશ છોડ્યા વિના તેમના વિઝા રિન્યૂ કરાવી શક્યા છે. હજારો લોકો માટે પ્રક્રિયાને સરળ બનાવવાના પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે, 2025માં આ ડોમેસ્ટિક રિન્યુઅલ પ્રોગ્રામને ઔપચારિક રીતે સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખે છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026