મોદી-મેર્ઝની જુગલબંધી: સાબરમતી આશ્રમમાં ગાંધી વંદના બાદ રિવરફ્રન્ટ પર પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો
January 12, 2026
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે આ મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી. બંને નેતાઓએ રિવરફ્રન્ટ પર ઉમટી પડેલા પતંગબાજો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોના અદભૂત દ્રશ્યોને નિહાળ્યા હતા. આ પ્રસંગે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં બંને મહાનુભાવોએ પતંગ ઉડાડવામાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો, જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ પહેલા જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ પહોંચતા જ વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંસુમન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન ચાન્સેલર મેર્ઝે ગાંધીજીના જીવન અને આદર્શો વિશે જાણકારી મેળવી હતી. તેમણે આશ્રમમાં મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાતા ચરખાને ખૂબ જ કુતૂહલપૂર્વક નિહાળ્યો હતો અને આ મુલાકાત અંગેના પોતાના અનુભવો વિઝિટર બુકમાં નોંધ્યા હતા.
Related Articles
મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ
મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને...
Apr 01, 2026
બંગલાદેશથી ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલા લશ્કર-એ-તય્યબાના આંતકીની દિલ્હીમાં ધરપકડ
બંગલાદેશથી ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલા...
Apr 01, 2026
વસઈમાં દીપડાની ચામડીની તસ્કરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કરી બે આરોપીની ધરપકડ
વસઈમાં દીપડાની ચામડીની તસ્કરી, ફોરેસ્ટ ડ...
Apr 01, 2026
અલગ-અલગ ધર્મના લોકો પણ લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે : અલાહાબાદ હાઈકોર્ટ
અલગ-અલગ ધર્મના લોકો પણ લિવ-ઇન રિલેશનશિપમ...
Apr 01, 2026
ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના
ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ...
Mar 31, 2026
બિહારમાં નાસભાગમાં 8ના મોત: નાલંદામાં શીતળા માતા મંદિરમાં મોટી દુર્ઘટના, અનેક ઈજાગ્રસ્ત
બિહારમાં નાસભાગમાં 8ના મોત: નાલંદામાં શી...
Mar 31, 2026
Trending NEWS
01 April, 2026
31 March, 2026
31 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026