FBI ડિરેક્ટર તરીકે મૂળ ગુજરાતી કશ્યપ પટેલની નિમણૂંક, ટ્રમ્પે વખાણ કર્યા

December 02, 2024

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કશ્યપ ઉર્ફે કાશ પટેલને FBIના નવા ડિરેક્ટર તરીકે નોમિનેટ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે કશ એક તેજસ્વી વકીલ, તપાસકર્તા અને 'અમેરિકા ફર્સ્ટ' ફાઇટર છે. ટ્રમ્પે લખ્યું કે કાશ પટેલે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા, ન્યાય અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં ખર્ચી છે.

ટ્રમ્પે શનિવારે રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે મને એ જાહેરાત કરતાં ગર્વ છે કે કશ્યપ 'કાશ' પટેલ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના આગામી ડિરેક્ટર તરીકે સેવા આપશે. ટ્રમ્પે વધુમાં લખ્યું કે કશ પટેલે સત્ય, જવાબદારી અને બંધારણના સમર્થક તરીકે ઊભા રહીને રશિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.