હવે ચૂંટણી નહીં લડું: 50 વર્ષની રાજકીય સફર બાદ પૂર્વ CM સિદ્ધારમૈયાની જાહેરાત
July 26, 2026
બેંગ્લોર : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજકારણમાં મોટી જાહેરાત કરી છે કે, તેઓ આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડે. મંડ્યામાં આપેલા નિવેદન અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમણે પોતાના ભવિષ્ય અને રાજકીય નિવૃત્તિ અંગે સ્પષ્ટતા કરી છે. તેમની આ જાહેરાત બાદ રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, 'હું 2028ની વિધાનસભા ચૂંટણી નહીં લડું. હું હવે 79 વર્ષનો થઈ ગયો છું. આપણી સરકારનો કાર્યકાળ હજુ દોઢ વર્ષ બાકી છે, ત્યાં સુધીમાં હું 81-82 વર્ષનો થઈ જઈશ. મારું સ્વાસ્થ્ય હવે પહેલા જેવું રહ્યું નથી. હવે મારા માટે પહેલા જેવા જોશ અને ઉત્સાહ સાથે કામ કરવું શક્ય નથી.' રાજકીય નિવૃત્તિનો સંકેત આપતાં તેમણે કહ્યું હતું કે, 'આજે રાજકારણમાં ભ્રષ્ટાચાર આવી ગયો છે. ઈમાનદાર રાજકારણ માટે હવે કોઈ જગ્યા બચી નથી. પહેલાં જ્યારે હું ચૂંટણી લડતો હતો, ત્યારે વિસ્તારના લોકો અમને પૈસા આપતા અને અમારી જીત સુનિશ્ચિત કરતા હતા. પરંતુ આજે એવી સ્થિતિ રહી નથી. હવે જો આપણે ચૂંટણી લડીએ તો લોકોને પૈસા આપવા પડે છે. આ જ વાતાવરણને જોઈને મેં ભવિષ્યમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.' પોતાના રાજકીય જીવનને યાદ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, '2028 સુધીમાં મારા રાજકીય જીવનના 50 વર્ષ પૂરા થઈ જશે. મેં 1978માં તાલુકા બોર્ડના સભ્ય તરીકે મારી રાજકીય સફર શરૂ કરી હતી. મેં હાર અને જીત બંને જોઈ છે, પરંતુ મને એ વાતનો સંતોષ છે કે મેં ક્યારેય મારા સિદ્ધાંતો વિરુદ્ધ કામ નથી કર્યું. પચાસ વર્ષ સુધી રાજ્યના લોકોએ મને પોતાના ગણીને પ્રેમ આપ્યો છે, જેનું દેવું હું મરતાં દમ સુધી ચૂકવી શકીશ નહીં. તેથી મારૂં બાકીનું જીવન પણ જનસેવાને જ સમર્પિત રહેશે.'
Related Articles
સરકાર માટે વધુ એક મુશ્કેલીના એંધાણ, E20 જનતા પાર્ટી કરશે શુદ્ધ પેટ્રોલની માંગ
સરકાર માટે વધુ એક મુશ્કેલીના એંધાણ, E20...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિની પોસ્ટ કરનાર ભાજપ સાંસદની પુત્રીનું ઈન્સ્ટા એકાઉન્ટ બંધ
ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિની પો...
Jul 26, 2026
વિદ્યાર્થીઓ પર અત્યાચાર મામલે મોદી માફી માંગે અને પોલીસ સામે સખત પગલા લેવાય ઃ કોંગ્રેસની આકરી માંગ
વિદ્યાર્થીઓ પર અત્યાચાર મામલે મોદી માફી...
Jul 26, 2026
ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને નેપાળ સુધી : યુવાનોએ કર્યા સલામ
ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને...
Jul 26, 2026
અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક 66 પહોંચ્યો, લાખો લોકો ઘરવિહોણા
અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક 66 પહોંચ્યો...
Jul 26, 2026
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જાહેરાત
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર...
Jul 26, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026