Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

ઉત્તર મેસેડોનિયા નાઈટ ક્લબમાં આગ લાગતાં 51 લોકો જીવતા ભૂંજાયા

March 16, 2025

બાલ્કન ટાપુ : દક્ષિણ યુરોપના મધ્ય બાલ્કન ટાપુ પર આવેલા ઉત્તર મેસેડોનિયાના કોસાણીમાં એક લોકપ્રિય પલ્સ નાઈટ ક્લબમાં ભયંકર આગની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ઓછામાં 51 લોકો માર્યા ગયાની આશંકા છે. આ નાઈટ ક્લબ રાજધાની સ્કોપ્જેથી લગભગ 100 કિ.મી. દૂર પૂર્વમાં આવેલી છે.  આગની ઘટના રવિવારે સવારે બની હતી જ્યારે પ્રસિદ્ધ હિપ હોપ કપલ એડીએન લાઈવ પરફોર્મન્સ આપી રહ્યું હતું. તેનું પરફોર્મન્સ જોવા માટે લગભગ 1500 લોકોની ભીડ એકઠી થઈ હતી. આગે સમગ્ર ક્લબને ભરડામાં લીધુ હતું. એવું મનાય છે કે આગ પાયરો ટેક્નિક ઈફેક્ટને કારણે લાગી હશે. જેનો ઉપયોગ આતશબાજી કરવા માટે થાય છે. તેમાંથી જ્વાળાઓ નીકળે છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં નાઈટ ક્લબને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોઈ શકાય છે. જોકે રાતના સમયે પણ ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 50 થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યાની માહિતી છે જ્યારે ઘાયલોનો આંકડો પણ મોટો છે. જોકે હજુ સુધી મોતનો સાચો આંકડો સામે આવી શક્યો નથી.