અમેરિકામાં વધુ એક ભારતીયને મોટી જવાબદારી, AIની કમાન શ્રીરામ કૃષ્ણનને સોંપી

December 23, 2024

ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળ માટે તેમની ટીમ તૈયાર કરી રહ્યા છે. ટ્રમ્પે ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક અને લેખક શ્રીરામ કૃષ્ણનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર વ્હાઇટ હાઉસના વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. ક્રિષ્નન, જેમણે અગાઉ Microsoft, Twitter, Yahoo!, Facebook અને Snap ખાતે પ્રોડક્ટ ટીમનું નેતૃત્વ કર્યું છે, તે ડેવિડ ઓ સાથે કામ કરશે જે વ્હાઇટ હાઉસ AI અને Crypto Czar હશે. જે બાદ અમેરિકન ભારતીય સમુદાયમાં ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ પદના શપથ લેશે. શપથ ગ્રહણ પહેલા જ, ટ્રમ્પ તેમની ટીમ તૈયાર કરી રહ્યા છે, ટ્રમ્પે રવિવારે ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિક અને લેખક શ્રીરામ કૃષ્ણનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં વ્હાઇટ હાઉસના વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર અનેક નિમણૂકોની જાહેરાત કરતા ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે, "શ્રીરામ કૃષ્ણન વ્હાઇટ હાઉસ ઑફિસ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે સેવા આપશે."