નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
July 22, 2026
કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (સપા), તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સહિતના વિપક્ષી દળોએ બુધવારે સંસદ ભવનના મકર ગેટ પર કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના આંદોલન અને શિક્ષણ પ્રણાલીમાં સર્જાયેલી સ્થિતિ તેમજ દિલ્હી પોલીસ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય સાંસદોની અટકાયત તેમજ જંતર-મંતર ખાતે કોંગ્રેસના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સામે કરાયેલી કાર્યવાહીનો વિરોધ કરવા વિપક્ષ એકજૂટ થયો હતો. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ વિરોધનો મુખ્ય હેતુ યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દે સરકારનું ધ્યાન દોરવાનો હતો. બીજી તરફ સાવચેતીના ભાગરૂપે દિલ્હી મેટ્રોના 16 સ્ટેશનો બંધ રાખવામાં આવ્યા છે અને રેલવે સ્ટેશનો પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેમની સાથે શું થયું તે મહત્વનું નથી, પરંતુ વિદ્યાર્થીઓ સાથે જે બન્યું તે યોગ્ય છે કે નહીં તે પ્રશ્ન મહત્વનો છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની માંગણીઓ કાયદેસર છે અને તેઓ પોતાના અધિકારો માટે લડી રહ્યા છે. પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે શિક્ષણ માટે 1.4 લાખ કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં સરકાર અદાણી અને અંબાણીનું 16 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે પેપર લીકની ઘટનાઓ વારંવાર બની રહી છે અને શાંતિપૂર્ણ વિરોધ કરવો લોકશાહીનો અધિકાર છે, જ્યારે વિદ્યાર્થીઓ અને સંસદમાં જે થઈ રહ્યું છે તે બિનલોકશાહી છે.
કોંગ્રેસના સાંસદ સૈયદ નસીર હુસૈને જણાવ્યું કે વિપક્ષના તમામ સાંસદો વિદ્યાર્થીઓ અને સાંસદો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગના વિરોધમાં કાળા કપડાં પહેરી સંસદ પહોંચ્યા છે. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ 20 જુલાઈએ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની નિંદા કરતાં આરોપ લગાવ્યો કે નામ વગરના લોકો હુમલો કરવા આવ્યા હતા અને વિપક્ષે આ મુદ્દે અવાજ ઉઠાવવો જરૂરી છે. આરજેડીના સાંસદ સંજય યાદવે દાવો કર્યો કે કેન્દ્ર સરકારના કાર્યકાળ દરમિયાન દેશભરમાં 150થી વધુ પેપર લીક થયા છે, કોઈ પરીક્ષા પારદર્શક રીતે યોજાઈ નથી અને બેરોજગારી છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ છે.
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓની અટકાયતના વિરોધમાં મંગળવારે કોંગ્રેસે દેશભરમાં પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તિરુવનંતપુરમ, ગુવાહાટી, જબલપુર અને ભુવનેશ્વરમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા અને કેન્દ્ર સરકાર પર લોકશાહી વિરોધને દબાવવાનો આરોપ લગાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026