Breaking News :
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત સ્પેન સામે 2-0 થી પરાજય બાદ ફ્રાન્સ ફીફા વિશ્વ કપની બહાર, વિજેતા ટીમનો અંતિમ મુકાબલામાં ભવ્ય પ્રવેશ ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય: 24 કલાકમાં 17 તાલુકાઓમાં હળવો વરસાદ, હવામાન વિભાગ દ્વારા 20 જુલાઈ સુધીની આગાહી જાહેર

સૈન્યના કાફલા પર BLAના હુમલાથી પાકિસ્તાન થરથર્યું

March 17, 2025

પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક કરવાની પહેલી ઘટના બલૂચ બળવાખોરોએ અંજામ આપી હતી. ત્યારબાદ બલૂચ બળવાખોરોએ પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કર્યો અને 90 પાકિસ્તાની જવાનોની હત્યા કર્યાનો દાવો કર્યો. જોકે હવે આ ભયાનક હુમલાનો વીડિયો ખુદ બલૂચ બળવાખોરોએ જ જાહેર કર્યો છે. બલૂચ બળવાખોરોએ બલૂચિસ્તાનના નોશ્કીમાં એક હાઇવે પર હુમલો કર્યો હતો. બલુચિસ્તાન લિબરેશન આર્મી(BLA)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. વીડિયોમાં વિસ્ફોટ પછી બસમાંથી આગ અને  ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે. હુમલા અંગે માહિતી આપતાં એક પાકિસ્તાની પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા સૂચવે છે કે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન કાફલામાં ઘુસાડી દીધું હતું. વિસ્ફોટ પછી, કેટલાક અન્ય આતંકવાદીઓએ FC કર્મચારીઓ પર ગોળીબાર કરી દીધો હતો.