ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું પનામા, ચીનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટથી પીછેહઠ કરી
February 03, 2025
ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ વૈશ્વિક સ્તર પર ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. ચીન પર પણ 10 ટકા ટેરિફ લગાવવામાં આવી છે. આ સિવાય ટ્રમ્પના ભારે દબાણ વચ્ચે પનામાએ ચીનને ભારે ઝટકો આપ્યો છે. પનામા નહેરને લઈને ટ્રમ્પના દબાણની વચ્ચે પનામાના રાષ્ટ્ર પ્રમુખ જોર સાઉલ મુલિનોએ કહ્યું કે, અમારો દેશ ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના બેલ્ડ એન્ડ રોડ (BRI)ને રિન્યૂ નહીં કરે. પનામા 2017માં ચીનની આ યોજનાથી જોડાયેલું હતું. પરંતુ, હવે પનામાના રાષ્ટ્ર ,પ્રમુખની આ જાહેરાત બાદ સ્પષ્ટ છે કે, પનામા જલ્દી ચીનની આ યોજનાથી બહાર નીકળવા જઈ રહ્યું છે. રાષ્ટ્ર પ્રમુખ મુલિનોએ કહ્યું કે, હવે પનામા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સહિત નવા રોકાણ પર અમેરિકાની સાથે મળીને કામ કરશે. અમારી સરકાર પનામા પોર્ટ્સ કંપનીનું ઑડિટ કરશે. આ કંપની પનામા નહેરના બે બંદરોને ઓપરેટ કરનારી ચીનની કંપની સાથે જોડાયેલી છે. અમે પહેલાં ઑડિટ પૂર્ણ થવાની રાહ જોવી પડશે. આ પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પનામાના રાષ્ટ્ર પ્રમુખ મુલિનોને કહ્યું હતું કે, પનામા પર ચીનના કબ્જાના કારણે અમેરિકાએ પોતાના અધિકારોની સુરક્ષા કરવી પડશે. મને નથી લાગતું કે, અમેરિકાને પનામા પર ફરી કબ્જો કરવા માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કરવો પડશે. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના પનામાને પરત લઈને રહીશું અને તેના માટે અમે કંઈક મોટું પગલું લેવા જઈ રહ્યાં છીએ. પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, પનામા જ ચીનને ચલાવી રહ્યું છે જોકે, આ નહેર ચીનને સોંપવામાં નહતી આવી. પનામા નહેર સમજ્યા વિના પનામાને સોંપી દેવામાં આવી હતી. પરંતુ, તેઓએ કરારનું ઉલ્લંઘન કર્યું અને અમે તેને પરત લઈને રહીશું. જેના માટે અમુક મોટા પગલાં લેવા જઈ રહ્યાં છીએ. આ પહેલાં પનામા નહેરને લઈને ટ્રમ્પે કહ્યું હતું કે, અમારી નૌસેના અને કારોબારી સાથે ખૂબ અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો છે. પનામા દ્વારા લેવામાં આવતી ફી હાસ્યાસ્પદ છે. આ પ્રકારની વસ્તુઓને તુરંત બંધ કરી દેવી જોઈએ. જો પનામાનું સુરક્ષિત, કુશળ અને વિશ્વસનીય રીતે સંચાલન નથી થતું તો અમે માંગ કરીશું કે, પનામા નહેર અમને સંપૂર્ણ રીતે પરત કરવામાં આવે. જો નૈતિક અને કાયદાકીય રીતે બંને સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો અમે માંગ કરીશું કે, પનામા નહેરને જેટલું બની શકે તેટલું જલ્દી અમેરિકાને પરત કરી દો.
Related Articles
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ બાદ 'લોકડાઉન', ફિલ્મી સ્ટાઈલમાં એનકાઉન્ટર
ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક! વ્હાઈટ હાઉસ...
May 05, 2026
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર
18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફ...
May 05, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની...
May 05, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026