Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

શાંતિ મંત્રણા ફક્ત દેખાડો, ચીનની અવળચંડાઈ યથાવત્, લદાખમાં બે ગેરકાયદે પ્રાંત બનાવવાની જાહેરાત

January 04, 2025

પૂર્વીય લદ્દાખમકાં દેપસાંગ અને ડેમચોક ખાતે સૈનિકોની પીછેહઠ સાથે ભારત સાથે શાંતિવાઘાટોની ચીનની તૈયારી માત્ર દેખાડો છે અને તે ક્યારેય લદ્દાખથી લઈને અરૂણાચલ સુધીના પ્રદેશો પર તેનો દાવો છોડશે નહીં તેવા તેના ઈરાદા ચીને વધુ એક વખત સાબિત કરી દીધા છે. ચીને ગયા સપ્તાહે ભારતના બળજબરીથી પચાવી પાડેલા અક્સાઈ ચીન પ્રદેશમાં બે નવી કાઉન્ટી બનાવવાની જાહેરાત કરી છે. જોકે, ભારતે ચીનના આ પ્રયત્નો સામે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે અને અક્સાઈ ચીનમાં ચીનના કબજાને ગેરકાયદે ગણાવ્યો છે. સાથે જ ભારતે તિબેટમાં વિશ્વનો સૌથી મોટો બાંધ બનાવવાની ચીનની યોજનાનો પણ વિરોધ કર્યો છે. ચીને ભારતના ભાગ અક્સાઈ ચીનમાં ગેરકાયદે કબજે કરેલા ભાગો સહિત હોટનમાં બે નવા પ્રાંત બનાવવાની જાહેરાત કરી છે. ચીન ઘણા વર્ષોથી ભારતના પ્રદેશો પચાવી પાડવા માટે અનેક પ્રકારનાં કાવતરાં કરતું રહે છે. પૂર્વીય લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ હળવી થઈ અને બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓએ સરહદો અંગે ફરીથી વાટાઘાટો શરૂ કર્યાના માત્ર ૧૦ જ દિવસમાં ચીને બે નવા પ્રાંતની જાહેરાતો કરી છે. પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ ત્સો સરોવર અને ગલવાન હિંસા પછી લગભગ પાંચ વર્ષથી બંને દેશ વચ્ચે સરહદો અંગેની વાટાઘાટો અટકી ગઈ હતી. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વ ચીનના શિનજિઆંગ ઉઈઘુર સ્વાયત્ત પ્રાંતની સરકારે તેના હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટી હીઆન કાઉન્ટી અને હેકાંગ કાઉન્ટી સ્થાપવાની જાહેરાત કરી હતી. હોટન પ્રાંતમાં બે કાઉન્ટીની રચનાને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી અને સ્ટેટ કાઉન્સિલની સેન્ટ્રલ સમિતિએ મંજૂરી આપી દીધી છે. હીઆન અને હેકાંગ કાઉન્ટીમાં અનુક્રમે હોન્ગલિઉ અને ઝેયિદુલા ટાઉનશિપને કાઉન્ટી સીટ્સ જાહેર કરવામાં આવી છે. વધુમાં જણાવાયું હતું કે, હિઆન કાઉન્ટીનો વિસ્તાર ૩૮,૦૦૦ ચો. કિ.મી. છે, જે તેમના કબજા હેઠળના અક્સાઈ ચીનમાં ભારતની સરહદ નજીક છે.