Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી શરૂ

February 14, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના પ્રવાસે છે. પીએમ ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા, ત્યારબાદ તેઓ વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા ડિબ્રુગઢના મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) માટે રવાના થયા હતા.

પીએમનું પ્લેન ડિબ્રુગઢ પાસે મોરાન બાયપાસ પર બનેલી ELF પર ઉતર્યું હતું. આ એરસ્ટ્રિપ સૈન્ય વ્યૂહરચના માટે અત્યંત મહત્વની છે, કારણ કે આ વિસ્તાર ચીન સરહદથી માત્ર 300 કિમી દૂર છે.

પૂર્વોત્તર ભારતમાં કટોકટીના સમયે મિલિટરી અને સિવિલ એરક્રાફ્ટના લેન્ડિંગ અને ટેક-ઓફમાં મદદ કરવા માટે વાયુસેનાએ ખાસ ELF બનાવી છે. આ સુવિધાથી પૂર્વોત્તરમાં કુદરતી આફતો કે યુદ્ધ જેવી સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરીમાં વેગ આવશે.

પીએમની હાજરીમાં ELF પર રાફેલ અને સુખોઈ સહિત 16 લડાયક વિમાનો એરિયલ શો કરી રહ્યા છે. આ દરમિયાન વિમાનો હાઈવે પરથી જ લેન્ડિંગ અને ટેક-ઓફ કરીને નિદર્શન કરી રહ્યા છે. આ ડેમો અંદાજે 30-40 મિનિટનો રહેશે.