પોપ ફ્રાન્સિસે ઈમિગ્રાન્ટ્સને મોટાપાયે ડિપોર્ટ કરવાની નીતિને ટીકા કરી
February 12, 2025
કેથલિક ચર્ચના વડા અને ઇસાઇ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે ઈમિગ્રાન્ટ્સને મોટાપાયે ડિપોર્ટ કરવાના મુદ્દે મંગળવારે ટ્રમ્પ સરકારની ટીકા કરી હતી અને ચેતવણી ઉચ્ચારી હતી કે તેનું પરિણામ ખરાબ આવશે. તેમણે જણાવ્યું હતું કે ફક્ત તેમની ગેરકાયદે સ્થિતિના કારણે જ તેમને બળજબરી પુર્વક ડિપોર્ટ કરવા ઈમિગ્રાન્ટ્સને તેમની ઇનહેરન્ટ ડિગ્નીટીથી વંચિત કરે છે. પોપ આ મુદ્દે કેટલા ગંભીર છે તે બાબતનો ખ્યાલ એ બાબત પરથી આવે છે કે તેમણે અમેરિકાના બિશપોને ડિપોર્ટના સંદર્ભમાં એક પત્ર લખ્યો છે.
ઈતિહાસના પ્રથમ લેટિન અમેરિકન પોપે લાંબા સમયથી ઈમિગ્રાન્ટ્સની દેખબાળને પોતાની ધર્મપીઠની પ્રાથમિકતા બનાવી રાખી છે અને વિશ્વના તમામ દેશો સમક્ષ માંગ કરી છે કે દેશ સંઘર્ષ, ગરીબી તથા ક્લાઇમેટ ચેન્જની સમસ્યાથી ભાગી રહેલાં લોકોનું સ્વાગત કરે અને તેમની રક્ષા કરે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના 47મા પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યાના ફક્ત ચાર દિવસની અંદર જ આ દેશે સૈન્ય વિમાનોનો ઉપયોગ કરતાં ગેરકાયદે રહેતાં લોકોને માટે ડિપોર્ટેશન ફ્લાઇટ્સ શરૂં કરી દીધી છે
Related Articles
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026